World

યુ.એસ. ઇંડીયા એક્ષપર્ટ એશ્લે ટેલીસની ગુપ્ત દસ્તાવેજો રાખવા માટે અને ચીન સાથે સંબંધો રાખવા માટે ધરપકડ

By GS TEAM
15 Oct 20251 min read
યુ.એસ. ઇંડીયા એક્ષપર્ટ એશ્લે ટેલીસની ગુપ્ત દસ્તાવેજો રાખવા માટે અને ચીન સાથે સંબંધો રાખવા માટે ધરપકડ

- એશ્લે-ટેલીસના ઘરમાંથી ગુપ્ત દસ્તાવેજો 1000 પાનાં લખી જણાવ્યા છેલ્લાં કેટલાક વર્ષોથી તેઓ ચીની અધિકારીઓને મળતા રહેતા હતા

વોશિંગ્ટન : ભારત- અમેરિકા સંબંધો અંગેને એક અગ્રીમ તજજ્ઞા અને અમેરિકાની એક પછી એક સરકારોના સલાહકાર એશ્લે ટેલીસની સોમવારે સાંજે (યુએસ સમય) ધરપકડ કરવામાં આવી છે. તેઓએ સંરક્ષણ અને વિદેશ નીતિ સંબંધી ૧૦૦૦ જેટલા ગુપ્ત દસ્તાવેજી પત્રો રાખવાના અને ચીન સાથે સંબંધો જાળવવાના આરોપો મુકાયા છે.

૬૪ વર્ષના ટેલીસે પૂર્વ પ્રમુખ જયોર્જ ડબલ્યુ બુશના સમયમાં નેશનલ સિકયોરિટી કાઉન્સિલમાં ઉચ્ચ પદે હતા અને તેઓ સ્ટેટ ડિપાર્ટમેન્ટ (વિદેશ મંત્રાલય) તથા પેન્ટાગોનને નિ:શુલ્ક સેવા આપતા હતા.

એફ-બી.આઈ. એ આ અંગે કોર્ટમાં રજૂ કરેલા તેના સોગંદનામામાં એફબીઆઈ (યુએસ)ની આંતરિક જાસૂસી સંસ્થા) એ મંગળવારે આ પ્રમાણે જણાવતાં એફબીઆઈ - કોર્ટમાં કહ્યું હતું કે તેઓ વારંવાર ચીની અધિકારીઓને મળતા રહેતા હતા. તે અધિકારીઓે વધુમાં જણાવ્યું હતું એશ્લે ટેલીસીના ઉચ્ચ હોદ્દાને લીધે તેઓને ગુપ્ત દસ્તાવેજો જયાં રખાય છે ત્યાં સુધી તેઓને બે રોક જવા દેવાતા હતા. તેનો તેમણે ગેરલાભ લીધો હતો.