સુપરપાવર અમેરિકા પણ રહી ચૂક્યું છે 'ગુલામ', આ દેશનો તેના પર હતો 'કબજો', જાણો રસપ્રદ ઈતિહાસ
અમેરિકાએ પણ આઝાદી માટે લડાઈ લડી અને 4 જુલાઈ 1776ના રોજ સ્વતંત્ર થયું
1870માં પ્રથમ વખત અમેરિકાના સ્વતંત્રતા દિવસની રજા જાહેર કરવામાં આવી હતી
image : Envato |
અમેરિકા વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાંથી એક છે. ઘણા દાયકાઓથી તેને 'સુપર પાવર' કહેવામાં આવે છે. અમેરિકાએ 4 જુલાઈએ તેનો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો અને આ સ્વતંત્રતાની ઉજવણી હજુ પણ ચાલી રહી છે. આજનું સુપર પાવર અગાઉ બીજાનું ગુલામ હતું. ભારતની જેમ અમેરિકાએ પણ આઝાદી માટે લડાઈ લડી અને 4 જુલાઈ 1776ના રોજ સ્વતંત્ર થયું. આ આઝાદીના આનંદમાં દર વર્ષે 4 જુલાઈના રોજ અમેરિકાનો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે.
આપણા માટે તે જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે કે આજની મહાસત્તા અને આટલા મોટા દેશને કોણે ગુલામ બનાવ્યો હતો? અમેરિકાએ ગુલામીમાંથી મુક્ત થવા માટે કેવા પ્રયત્નો કર્યા અને આટલા સંઘર્ષ પછી તેને આઝાદી મળી. અમેરિકા ભલે 1776માં આઝાદ થયું, પરંતુ 4 જુલાઈની આ તારીખ ધીરે ધીરે પ્રખ્યાત થઈ ગઈ. 1870માં પ્રથમ વખત અમેરિકાના સ્વતંત્રતા દિવસની રજા જાહેર કરવામાં આવી હતી. આવો જાણીએ અમેરિકાના આ સંઘર્ષની વાતને વિગતવાર…
અમેરિકાના શાસક કોણ હતા?
અમેરિકા હજુ ભારત જેવો દેશ નથી. તે રાજ્યોનો સમૂહ છે, તેથી જ રાજ્યો તેમજ દેશના કાયદા ત્યાં અલગ છે. 17મી અને 18મી સદી દરમિયાન જ્યારે આ તમામ રાજ્યો બ્રિટનની વસાહતો હતા, તે જ સમયે બળવો થયો અને આઝાદી મળ્યા બાદ આ રાજ્યો વચ્ચે સમજૂતી થઈ. આ સમજૂતીએ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનો પાયો નાખ્યો અને ધીરે ધીરે અમેરિકા વિશ્વની સૌથી મોટી મહાસત્તા તરીકે ઉભરી આવ્યું.
16મી સદીથી બ્રિટનની ગુલામી હેઠળ જીવી રહેલા અમેરિકામાં 1765માં બળવાની શરૂઆત થઇ. 1776 માં આઝાદીની જાહેરાત છતાં વિવિધ ભાગોમાં આ સંઘર્ષ 1783માં સમાપ્ત થયો. શરૂઆતમાં 12 બ્રિટિશ વસાહતોએ એકસાથે આવવા અને બ્રિટન વિરુદ્ધ યુદ્ધ કરવાનું નક્કી કર્યું. સ્વતંત્રતા પછી જ્યોર્જ વોશિંગ્ટન અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા, જેમને અમેરિકામાં આઝાદી યુદ્ધના લડવૈયા પણ કહેવામાં આવે છે.
અત્યાચારમાં બ્રિટને અમેરિકાને પણ નહોતું છોડ્યું
બ્રિટન તે સમયે સમગ્ર વિશ્વમાં વસાહતો વસાવીને તેની પર કબજો કરી લેતું હતું. આ રીતે તેણે અમેરિકામાં પણ પોતાનો વેપાર ફેલાવવાનો શરુ કર્યો હતો અને ધીમે ધીમે તેને પોતાનું ગુલામ બનાવી લીધું હતું. બ્રિટનના અત્યાચારથી તંગ આવીને અમેરિકનોએ બળવો કરવાની શરૂઆત કરી દીધી હતી. ધીમે ધીમે આ પ્રયત્નો સફળ થતા ગયા અને 1776માં અમેરિકાએ પોતાને આઝાદ જાહેર કરી દીધું હતું.