'ધી રેઝિસ્ટન્સ ફ્રન્ટ'ને વિદેશી ત્રાસવાદી જૂથ તરીકે ગણવા યુ.એસ. હાઉસ પેનલમાં પ્રસ્તાવ પસાર

- TRF ઉગ્ર પંથીને બદલે હવે ત્રાસવાદી ગણાશે
- ન્યૂયોર્ક ટાઈમ્સે પહેલગાવ હુમલા અંગે લખ્યું હતું : જ.કા.ના મિલિટન્ટએ (ઉગ્રપંથીઓએ) પહેલગાવમાં ૨૬ ટુરિસ્ટની હત્યા કરી હતી : આ સામે ઘણો વિરોધ પણ થયો હતો
વોશિંગ્ટન : પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી જૂથ લશ્કર-એ- તૈય્યબના પ્યાદા સમાન 'ધી રેઝિસ્ટન્સ ફ્રન્ટ'ને ત્રાસવાદી જુથ તરીકે ગણવાના પ્રસ્તાવને યુએસ હાઉસ કમિટ ીએ સ્વીકાર્ય ગણ્યો હતો. તેઓને પહેલગાવ હુમલાના સૂત્રધાર કહેવા સાથે કસાઈઓ તેવું ઉપનામ પણ આપી દીધું હતું. અને કહ્યું હતું કે, તેમને જતા કરી જ ન શકાય. તેમને ન્યાયાશન સમક્ષ ખડા કરવા જ જોઈએ.
ગત સપ્તાહે જ, અમેરિકાએ ઘી રેઝિસ્ટન્ટ ફ્રન્ટને ફોરેન ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન (એફટીઓ) અને સ્પેશ્યલ ડેઝીગ્નેટેડ ગ્લોબલ ટેરરિસ્ટ તરીકે જાહેર કરી દીધા હતા. તેમ તે કમિટીના ચેરમેન બ્રિયાન માસ્ટે તેના ઠ પોસ્ટ પર જણાવ્યું હતું.
પહેલગાવ હુમલાને વખોડી કાઢતા ૨૨મી એપ્રિલે - જ્યારે ત્રાસવાદીઓએ પહેલગાવમાં ૨૬ નિર્દોષ સહેલાણીઓની હત્યા કરી હતી.
કમિટીએ ઠ પોસ્ટ પર જણાવ્યું, જ્યારે તમે નિર્દોષ લોકોની હત્યા કરો, ત્યારે તમે છૂટી નહીં શકો. તમને ન્યાયાશન સમક્ષ લઈ જવાશે.
ન્યૂયોર્ક ટાઈમ્સે તે અંગેના અહેવાલમાં લખ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં ઉગ્રપંથીઓએ પહેલગાવમાં ૨૬ સહેલાણીઓની હત્યા કરી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સે લખેલા ઉગ્રપંથી શબ્દનો અમેરિકાની, ભારતની તથા દુનિયાના ઘણા દેશોની સંસદો બહાર તેમજ અંદર પણ વિરોધ થયો હતો. છેવટે ન્યૂયોર્ક ટાઇમ્સને પણ શબ્દ બદલી ઉગ્રપંથીઓને બદલે ત્રાસવાદીઓ લખવું પડયું હતું.








