World

ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી, 3 પરમાણુ ઠેકાણે હુમલા, દુનિયાભરમાં હડકંપ

By GS TEAM
22 Jun 20252 mins read
TukuTouch Logo
અમેરિકાએ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ઝંપલાવી દીધું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમારી વાયુસેનાએ ઈરાનના ફોર્ડો, નતાન્ઝ અને ઈસ્ફહાન પરમાણુ મથકો પર સફળતાપૂર્વક હુમલો કર્યો છે. આ હુમલો કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાને સંબોધી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી, 3 પરમાણુ ઠેકાણે હુમલા, દુનિયાભરમાં હડકંપ

Israel Iran War Updates : અમેરિકાએ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ઝંપલાવી દીધું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમારી વાયુસેનાએ ઈરાનના ફોર્ડો, નતાન્ઝ અને ઈસ્ફહાન પરમાણુ મથકો પર સફળતાપૂર્વક હુમલો કર્યો છે. આ હુમલો કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાને સંબોધી હતી. 




ટ્રમ્પે કર્યું એલાન 

ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ મથકો - ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પર મોટો અને સફળ હવાઈ હુમલો કર્યો છે. અમેરિકન સેનાએ સંપૂર્ણ તૈયારી સાથે આ પરમાણુ ઠેકાણાઓ પર બોમ્બ ફેંક્યા, જેમાં મુખ્ય લક્ષ્ય ફોર્ડો હતું.

હુમલા બાદ કરી શાંતિની અપીલ 

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બધા ફાઇટર પ્લેન હવે સુરક્ષિત રીતે ઈરાની હવાઈ ક્ષેત્ર છોડીને તેમના બેઝ પર પાછા ફરી રહ્યા છે. દુનિયાની બીજી કોઈ સેના પાસે આવી ક્ષમતા નથી. તેમણે તેને અમેરિકાની સૈન્ય શક્તિની મોટી સિદ્ધિ ગણાવી અને હવે શાંતિની અપીલ કરી છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઇઝરાયલ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ચિંતિત છે.

અમેરિકાએ B2 બોમ્બરો દ્વારા ઈરાન પર હવાઈ હુમલો

એવું કહેવાય છે અમેરિકાની વાયુસેનાએ B2 બોમ્બરો સાથે ત્રણ પરમાણુ પ્લાન્ટ પર બોમ્બ ફેંક્યા હતા. આ હવાઈ હુમલા પછી, અમેરિકાએ મધ્ય પૂર્વમાં સ્થિત તેના તમામ એરબેઝ પર હાઇ એલર્ટ જારી કર્યું છે. હવે સ્થાનિક સમય મુજબ, ટ્રમ્પ રાત્રે 10 વાગ્યે દેશને સંબોધિત કરશે. ભારતીય સમય મુજબ, તેમનું સંબોધન સવારે 7.30 વાગ્યે થશે.