વોશિંગ્ટન,૨૧ ઓગસ્ટ,૨૦૨૫,ગુરુવાર
ભારતમાં અમેરિકી દુતાવાસે વોટર ટર્ન આઉટ માટે ૨૧ મિલિયન ડોલર આપવામાં આવ્યા હોવાની વાતનું ખંડન કર્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકી દુતાવાસે જે ડેટા કેન્દ્ર સરકારને આપ્યા છે તે ડેટા મુજબ યુએસએઆઇડીએ ભારતમાં ચુંટણીને લગતું કોઇ પણ ફંડ આપ્યું નથી. આ ડેટા મુજબ ભારતમાં ચુંટણી સંબંધ અનુદાનની યાદીમાં ૨૧ મિલિયન ડોલરની કોઇ જ એન્ટ્રી નથી આ ડેટા સંસદમાં પણ રજૂ કરવામાં આવ્યા છે.
અગાઉ ફેબુ્આરી મહિનામાં અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારતમાં ચુંટણીમાં વોટર ટર્ન આઉટ વધારવા માટે યુએસએઆઇડીએ ૨૧ મિલિયન ડોલર ખર્ચ કર્યા હતા. અમેકિાના ડિપાર્ટમેન્ટ ઓફ ગર્વમેન્ટ એફિસિયન્સી તરફથી ફેબુ્રઆરીમાં એકસ પર એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અન્ય અનુદાનો સાથે ભારતમાં વોટર ટર્ન આઉટ માટે ૨૧ મિલિયન ડોલરનું અનુદાન રદ્દ કરવામાં આવે છે. ટ્રમ્પે પોતાની પૂર્વવર્તી ડેમોક્રેટિક પાર્ટીની સરકારે ભારતની ચુંટણીમાં હસ્તક્ષેપ કર્યો હતો. પોતાના ચુંટણી અભિયાનમાં પણ બીજા દેશોની ચુંટણીમાં ફંડ આપવાના મુદ્વાને ઉઠાવ્યો હતો.

એક વાર તો ટ્રમ્પ એવું પણ કહયું હતું કે ભારતમાં વોટર ટર્નઆઉટ માટે મારા મિત્ર પ્રધાનમંત્રી મોદીને ૨૧ મિલિયન ડોલર આપવામાં આવી રહયા છે.અમે ભારતમાં વોટર ટર્ન આઉટ માટે ૨૧ મિલિયન ડોલર આપી રહયા છીએ. અમારુ શું હું પણ વોટર ટર્ન આઉટ ઇચ્છું છું. કેન્દ્ર સરકારે સીપીએમ સાંસદ જોન બ્રિટાસના પ્રશ્નના જવાબમાં સંસદને જણાવ્યું હતું કે અમેરિકી પ્રશાસને ૧૬ ફેબુ્આરીએ દાવો કરેલો કે ભારતને ચુંટણી માટે મળનારા ફંડને રદ્ કર્યુ છે તો તરત જ ભારત સ્થિત અમેરિકી દુતાવાસ પાસેથી યુએસએઆઇડી તરફથી કે સમર્થિત તમામ પ્રોજેકટનું છેલ્લા ૧૦ વર્ષનું વિવરણ માંગ્યું હતું.
વિદેશ રાજયમંત્રી કીર્તિવર્ધનસિંહના સહીવાળા જવાબ અનુસાર અમેરિકી દુતાવાસે ૨ જુલાઇએ આ સંબંધિત માહિતી આપી હતી.મંત્રીએ સંસદને માહિતી આપી હતી કે યુએસએઆઇડી તરફથી ફંડિગના લગતી તમામ યાદી ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં ચુંટણી સંબંધી કોઇ પણ પ્રકારના અનુદાનનો ઉલ્લેખ નથી. અમેરિકા રાજદૂતના જણાવ્યા મુજબ ૧૫ ઓગસ્ટ પછી યુએસએઆઇડી ભારતમાં પોતાનું કામકાજ બંધ કરશે.


