'આ તો પગ પર કુહાડી મારવા જેવું...', અમેરિકાના અર્થશાસ્ત્રીએ ટ્રમ્પના ટેરિફને આત્મઘાતી ગણાવ્યો
India-US Relation: વિશ્વના બે સૌથી મોટા લોકશાહી દેશ ભારત અને અમેરિકા ટેરિફને લઈને આમને-સામને છે. ટ્રમ્પ વહીવટીતંત્ર ભારત પર હુમલો કરવાની અને ટીકા કરવાની કોઈ તક છોડતું નથી. આ દરમિયાન અમેરિકાના અર્થશાસ્ત્રીઓ અને વિશ્લેષકો ટ્રમ્પના આ નિર્ણયને અમેરિકાના હિત માટે બરબાદી ગણાવી રહ્યાં છે. અમેરિકાના અર્થશાસ્ત્રી રિચાર્ડ વોલ્ફે ભારત પર લાદવામાં આવેલા ટેરિફની ટીકા કરતા કહ્યું કે, 'આ તો પોતાના જ પગ પર કુહાડી મારવા જેવું છે.'
અમેરિકાના અર્થશાસ્ત્રી રિચાર્ડ વોલ્ફે શું કહ્યું...
ભારત અને અમેરિકા વચ્ચે બગડતા સંબંધો અંગે ચિંતિત રિચાર્ડ વોલ્ફે એક ઈન્ટરવ્યૂ પોતાના વિચારો શેર કર્યા. તેમણે જણાવ્યું હતું કે 'અમેરિકાની આર્થિક સ્થિતિ સતત બગડી રહી છે કારણ કે ચીન જેવા દેશો સતત દેશમાંથી તેમના ભંડોળ પાછી ખેંચી રહ્યા છે. અમારા અર્થતંત્રને દેવા પર ચલાવી શકતા નથી.'
બ્રિક્સ દેશોને લઈને રિચાર્ડ વોલ્ફે જણાવ્યું હતું કે, 'વિશ્વ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે કે અમેરિકા અને તેના સાથી દેશો એવા જૂથનો ભાગ છે જે વૈશ્વિક ઉત્પાદનમાં ખૂબ જ ઓછો હિસ્સો ધરાવે છે. જો તમે ચીન, ભારત, રશિયા અને બાકીના બ્રિક્સ દેશોને એકસાથે લો, તો તેઓ વૈશ્વિક ઉત્પાદનમાં લગભગ 35 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે બીજી તરફ G7 દેશો ફક્ત 28 ટકા હિસ્સો ધરાવે છે.'
આ પણ વાંચો: H1-B વિઝા ટેન્શન વચ્ચે ચીન લાવ્યું 'K' વિઝા, અમેરિકાને એની જ ભાષામાં જવાબ
ભારત અને ચીન અંગે રિચાર્ડ વોલ્ફે જણાવ્યું હતું કે, 'અમેરિકાના વાંધાઓ છતાં ભારત અને ચીન દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે છે. સંયુક્ત રાષ્ટ્રના શબ્દોમાં કહીએ તો, તમે વિશ્વના સૌથી મોટા દેશ, સૌથી મોટા લોકશાહી, ભારતને કહેવા માંગો છો કે શું કરવું અને શું ન કરવું? આ તો પોતાના જ પગ પર કુહાડી મારવા જેવું છે.'