Get The App

વિશ્વ આખું ટૅરિફની ચર્ચામાં, આ બાજુ અમેરિકાએ ચુપકેથી હિંદ મહાસાગરમાં જુઓ શું કર્યુ

Updated: Apr 5th, 2025

GS TEAM


Google News
Google News
વિશ્વ આખું ટૅરિફની ચર્ચામાં, આ બાજુ અમેરિકાએ ચુપકેથી હિંદ મહાસાગરમાં જુઓ શું કર્યુ 1 - image


B-2 Bombers: દુનિયાનું ધ્યાન અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફ પર હતું. આ દરમિયાન અમેરિકાએ છાનામાના હિન્દ મહાસાગર અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં લશ્કરી તૈનાતી વધારી દીધી છે. સેટેલાઇટથી લેવામાં આવેલી તસવીરોથી જાણ થઈ કે, હિન્દ મહાસાગરમાં સ્થિત અમેરિકન-બ્રિટિશ લશ્કરી મથક ડિએગો ગાર્સિયા પર B-2 સ્ટેલ્થ બોમ્બર્સની અત્યાર સુધીની સૌથી મોટી તૈનાતી કરવામાં આવી છે. અહીં રનવે પર ઓછામાં ઓછા છ વિમાનો ઊભા જોવા મળ્યા છે. નિષ્ણાતોના મતે, રડાર-પ્રૂફ શેલ્ટર્સમાં હજુ પણ અન્ય વિમાન રાખવામાં આવ્યા હોય શકે છે.

દુનિયાનું સૌથી એડવાન્સ સ્ટ્રેટેજિક બોમ્બર B-2

B-2 દુનિયાના સૌથી એડવાન્સ સ્ટ્રેટેજિક બોમ્બર છે. અમેરિકાની સેના પાસે આવા 20 વિમાન છે. અમેરિકાએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પોતાના એરક્રાફ્ટ કેરિયરની હાજરી વધારી છે. USS Harry S. Truman અરબી સમુદ્રમાં બનેલું છે. USS Carl Vinson મધ્ય પૂર્વ તરફ જઈ રહ્યું છે. USS Nimitz દક્ષિણ ચીન સમુદ્ર તરફ જઈ રહ્યું છે.


આ પણ વાંચોઃ એક બાજુ વિશ્વ મંદીના ભણકારાથી ચિંતિત, બીજી બાજુ ટ્રમ્પે કહ્યું, અમીર થવાનો સમય આવી ગયો

પેન્ટાગનના પ્રવક્તા સીન પાર્નેલે કહ્યું કે, ‘સંરક્ષણ સચિવ પીટર હેગસેથે વધારાના સ્ક્વોડ્રન અને અન્ય એર એસેટ્સને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. આ આપણી ડિફેન્સ એર સપોર્ટ ક્ષમતાઓને મજબૂત કરશે. આ ક્ષેત્રમાં અમેરિકાની રક્ષણાત્મક સ્થિતિને વધારે શ્રેષ્ઠ બનાવવા માટે આવું કરવામાં આવ્યું છે. અમે સંઘર્ષ વધારનારા અથવા વધારવાનો પ્રયાસ કરનાર કોઈપણ રાજ્ય અથવા બિન-રાજ્ય-એક્ટર્સને જવાબ આપવા માટે તૈયાર છીએ.’

અમેરિકાએ ઈરાન, ચીન અને રશિયાને આપ્યું

નોંધનીય છે કે, અમેરિકાએ પ્રત્યક્ષ જોખમનું નામ નથી લીધું. પરંતુ, વિશ્લેષકો તેને ઈરાન અને યમનમાં હૂતીઓ તરફથી વધતી દુશ્મનાવટ તરફ ઈશારો કરે છે. હૂતીઓને તેહરાનનું સમર્થન મળ્યું છે. હૂતીઓએ અમેરિકન નૌસેનાની સંપત્તિને નિશાનો બનાવ્યો છે. જેના પર ટ્રમ્પે ચેતાવણી આપી હતી કે, ‘અમેરિકન જહાજો પર ફાયરિંગ બંધ કરો તો અમે તમારા પર ગોળીબાર બંધ કરી દઇશું. જો નહીં માનો તો અમે તો હજું શરૂઆત જ કરી છે. ઈરાનમાં હૂતીઓ અને તેમના પ્રાયોજકો બંને માટે અસલ દર્દ તો હજુ બાકી છે.’ 

આ પણ વાંચોઃ ટેરિફ બોમ્બ ફોડ્યા બાદ ટ્રમ્પ સરકારે ભારત, ઈઝરાયલ અને વિયેતનામ સાથે શરૂ કરી ચર્ચા

જોકે, B-2 ની મોટા પાયે તૈનાતી દર્શાવે છે કે, આ ફક્ત હૂતીઓ માટે જ નથી. દરેક B-2 વિમાન 40,000 પાઉન્ડ (18143 કિલો) હથિયાર લઈને ઉડે છે. નિષ્ણાતોનું માનવું છે કે, અમેરિકા કોઈ મોટા ઓપરેશન માટે પોતાને તૈયાર કરી રહ્યું છે. આ ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો પણ હોઈ શકે છે. આ પગલું આ ક્ષેત્રમાં ઈરાનના સાથી દેશો, ચીન અને રશિયાને પણ સંકેત આપે છે. દક્ષિણ ચીન સમુદ્ર નજીક USS Nimitz ની તૈનાતીને બેઇજિંગ માટે સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે. વળી, USS Carl Vinson ની મધ્ય પૂર્વ તરફની ગતિવિધિને મોસ્કો માટે ચેતવણી તરીકે જોવામાં આવી રહી છે.


Tags :