World

એક બાજુ શાંતિની વાતો, બીજી બાજુ હજારો સૈનિક મિડલ ઈસ્ટ રવાના, ટ્રમ્પના ઈરાદા 'ખતરનાક'?

By GS TEAM
25 Mar 20262 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવની વચ્ચે અમેરિકાએ એક મોટું સૈન્ય પગલું ભર્યું છે. એકતરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સીઝફાયર પ્લાન અને શાંતિ પ્રયાસોની ચર્ચાઓ ચાલી રહી છે, તો બીજી તરફ અમેરિકન સેના પોતાની સૌથી ખતરનાક ગણાતી '82મી એરબોર્ન ડિવિઝન'ના અંદાજે 1,000 સૈનિકોને મિડલ ઈસ્ટ મોકલવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ સૈનિકો આગામી થોડા દિવસોમાં રવાના થશે. આ યુનિટની ખાસિયત એ છે કે તેને ખૂબ જ ઓછા સમયમાં દુનિયાના કોઈપણ ખૂણે તૈનાત કરી શકાય છે, તેથી જ તેને અમેરિકાનું 'ઇમરજન્સી રિસ્પોન્સ ફોર્સ' માનવામાં આવે છે. આ ટુકડીમાં પ્રથમ બ્રિગેડ કોમ્બેટ ટીમની સાથે ડિવિઝન કમાન્ડર મેજર જનરલ બ્રેન્ડન ટેગ્ટમેયર પણ સામેલ હશે.

Summarized by AI; it may make mistakes. Check important info

એક બાજુ શાંતિની વાતો, બીજી બાજુ હજારો સૈનિક મિડલ ઈસ્ટ રવાના, ટ્રમ્પના ઈરાદા 'ખતરનાક'?
(IMAGE - IANS)

82nd Airborne Division Deployment: મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવની વચ્ચે અમેરિકાએ એક મોટું સૈન્ય પગલું ભર્યું છે. એકતરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સીઝફાયર પ્લાન અને શાંતિ પ્રયાસોની ચર્ચાઓ ચાલી રહી છે, તો બીજી તરફ અમેરિકન સેના પોતાની સૌથી ખતરનાક ગણાતી '82મી એરબોર્ન ડિવિઝન'ના અંદાજે 1,000 સૈનિકોને મિડલ ઈસ્ટ મોકલવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ સૈનિકો આગામી થોડા દિવસોમાં રવાના થશે. આ યુનિટની ખાસિયત એ છે કે તેને ખૂબ જ ઓછા સમયમાં દુનિયાના કોઈપણ ખૂણે તૈનાત કરી શકાય છે, તેથી જ તેને અમેરિકાનું 'ઇમરજન્સી રિસ્પોન્સ ફોર્સ' માનવામાં આવે છે. આ ટુકડીમાં પ્રથમ બ્રિગેડ કોમ્બેટ ટીમની સાથે ડિવિઝન કમાન્ડર મેજર જનરલ બ્રેન્ડન ટેગ્ટમેયર પણ સામેલ હશે.

સૈનિકોની સંખ્યા પર વધતું સસ્પેન્સ

જોકે, સૈનિકોની ચોક્કસ સંખ્યાને લઈને અલગ-અલગ અહેવાલો સામે આવતા સસ્પેન્સ સર્જાયું છે. અમુક મીડિયા રિપોર્ટ્સમાં 1,000 સૈનિકોની વાત છે, ત્યાં અન્યનો દાવો છે કે પેન્ટાગોન 3,000 સૈનિકોની આખી યુનિટ તૈનાત કરવાનો આદેશ આપી શકે છે. નોંધનીય છે કે ગયા અઠવાડિયે જ અમેરિકાએ 2,200 મરીન સૈનિકોને આ વિસ્તારમાં મોકલ્યા હતા, જેમનું મુખ્ય કામ દૂતાવાસોની સુરક્ષા અને નાગરિકોને બહાર કાઢવાનું હોય છે.

આ પણ વાંચો: અમેરિકામાં ભારતીય મૂળના જજ મની લોન્ડરિંગ કેસમાં દોષિત જાહેર, 10 વર્ષની જેલ થઈ શકે

સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો લક્ષ્ય

આ તૈનાતી પાછળનું મુખ્ય કારણ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાનું માનવામાં આવે છે. 82મી એરબોર્ન જેવી ઘાતક યુનિટને મોકલવાનો અર્થ એ છે કે અમેરિકા કોઈપણ યુદ્ધ જેવી સ્થિતિ કે વિવાદિત ક્ષેત્રોને સુરક્ષિત રાખવા માટે પોતાનું બેકઅપ તૈયાર રાખી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પના સીઝફાયર પ્લાનને જમીન પર ઉતારવા અને વાતચીત દરમિયાન અમેરિકાની પકડ મજબૂત રાખવા માટે આ વ્યૂહનીતિ અપનાવવામાં આવી છે.