અમેરિકાના સંરક્ષણ મંત્રીના પ્લેનના વિન્ડશિલ્ડમાં તિરાડ પડતાં ઇંગ્લેન્ડમાં ઇમર્જન્સી લેન્ડીંગ

- યુક્રેન અંગેની નાટો દેશોના સંરક્ષણ મંત્રીઓની મીટિંગમાંથી યુ.એસ. પાછા ફરતાં બનેલી ઘટના
લંડન : અમેરિકાના સંરક્ષણ મંત્રી પેટ હેગસેથનાં વિમાનને ઇંગ્લેન્ડમાં ઇમર્જન્સી લેન્ડીંગ કરવું પડયું હતું. હેગસેથ બ્રસેલ્સમાં યોજાયેલી યુક્રેન વિષે વિચારણા કરવા મળેલી નાટો દેશના સંરક્ષણ મંત્રીઓની પરિષદમાંથી તેઓ વોશિંગ્ટન જવા બુધવારે નીકળ્યા હતા ત્યારે તેઓનાં પ્લેનના વિન્ડશિલ્ડમાં તિરાડ પડતાં, તેઓ તથા તેમની સાથે રહેલાઓને લઇ જવાં વિમાનને ઇંગ્લેન્ડમાં ઇમર્જન્સી લેન્ડીંગ કરવું પડયું હતું. જો કે હેંગસેથ તથા અન્ય યાત્રીઓ અને પાયલોટ્સ તેમજ અન્ય ક્રૂ સર્વે સહિસલામત રહ્યા હતા.
સોશ્યલ મીડીયા પર આ માહિતી આપતાં પેન્ટાગોનના પ્રવક્તા, ચીન પાર્નેલે કહ્યું હતું કે લેન્ડીંગ તો સ્ટાન્ડર્ડ પ્રોસીજર પ્રમાણે થયું હતું અને સંરક્ષણ મંત્રી સહિત તમામ યાત્રીઓ સહી સલામત રહ્યા હતા.
પાર્નેલે વધુમાં જણાવ્યું હતું કે બ્રસેલ્સમાંં મળેલી નાટો દેશોની હાઈ લેવલ મીટીંગમાં યુક્રેન યુદ્ધ અંગે રશિયાએ કડક ચેતવણી આપવામાં આવી હતી અને વધુમાં કહ્યું હતું કે જો રશિયા આક્રમણ બંધ નહીં કરે તો અમેરિકા સહિત નાટો દેશો તેની ઉપર કઠોર પ્રતિબંધો લાદશે અને તેના માલ ઉપર કડકમાં કડક ટેરિફ વગેરે લાદશે.