Get The App

અમેરિકાનાં રીપબ્લિકન સાંસદ મેજોરી ટેઇલર ગ્રીન H-1B વિસા કાર્યક્રમ તત્કાળ બંધ કરવા કહે છે

Updated: Nov 14th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકાનાં રીપબ્લિકન સાંસદ મેજોરી ટેઇલર ગ્રીન H-1B વિસા કાર્યક્રમ તત્કાળ બંધ કરવા કહે છે 1 - image

- H-1B વિસા કાર્યક્રમને ટ્રમ્પ યોગ્ય માને છે

- મેજોરી ગ્રીન કહે છે કે H-1B વિસા ધારકોને સામૂહિક રીતે દૂર કરી તેમનાં સ્થાને અમેરિકનોને નોકરીઓ આપવી જોઇએ

વૉશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-૧બી વિસા કાર્યક્રમનો બચાવ કર્યા પછી રીપબ્લિકન સાંસદ મેજોરી ટેઇલર ગ્રીને જણાવ્યું હતું કે હું એચ-૧બી કાર્યક્રમને તબક્કાવાર પરંતુ વહેલામાં વહેલી તકે દૂર કરવા માટેનું વિધેયક રજૂ કરવાનો છું. કારણ કે અમેરિકન કર્મચારીઓને વ્યાપક પ્રમાણમાં દૂર કરી વિદેશોમાંથી આવી વસેલાઓ તેમનાં સ્થાને ગોઠવાઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે એચ-૧બી વિસા ધારકોમાં સૌથી વધુ ભારતીયો જ છે. આ સંબંધે મેજોરી ગ્રીને કહ્યું હતું કે એચ-૧બી વિસાનો ઉપયોગ ગ્રીન કાર્ડના માર્ગે અમેરિકાનું નાગરિકત્વ લેવામાં થાય છે. અમેરિકનો તો દુનિયામાં સૌથી વધુ બુદ્ધિશાળી લોકો છે. મને અમેરિકનોમાં સંપૂર્ણ શ્રદ્ધા છે. હું માત્ર અમેરિકનોની જ સેવા કરવા માગું છું. હું હંમેશાં અમેરિકનોને જ સૌથી પહેલા મુકું છું. તેઓએ વધુમાં કહ્યું કે આ વિધેયક ટેકનોલોજી હેલ્થ કેર એન્જિનિયરીંગ અને મેન્યુફેકચરિંગ જેવાં ક્ષેત્રોમાં અમેરિકિન્સને પ્રાથમિકતા આપવાં માટે રજૂ કરાયું છે. મારૂં આ વિધેયક ભ્રષ્ટ તેવા એચ-૧બી કાર્યક્રમનો અંત લાવવા માગે છે અને તેમાં અમેરિકનોને જ ફરીથી ટેકનોલોજી હેલ્થ કેર એન્જિનિયરિંગ મેન્યુફેકચરિંગ તથા દરેક ઉદ્યોગો જે આ દેશને ગતિશીલ રાખે છે. તેમાં સૌથી પહેલા મુકવા માટેના હેતુથી રજૂ કરાયું છે. જો આપણે આપણી આગામી પેઢીનું અમેરિકાનું સ્વપ્ન સંપન્ન કરવા માગતાં હોઈએ તો આપણે તેમને દૂર થતા અટકાવવા જોઇએ અને તેઓમાં રોકાણ કરવું જોઇએ.

આમ છતાં ગ્રીને દર વર્ષે ૧૦,૦૦૦ વિસા (એચ-૧બી વીસા) ડોક્ટરો અને નર્સો માટે આપવાનો અપવાદ પણ રજૂ કર્યો હતો, સાથે તેમ પણ કહ્યું હતું કે તે કટકે કટકે ૧૦ વર્ષમાં દૂર કરવા જોઇએ.

આ પૂર્વે પ્રમુખ ટ્રમ્પે તો તેમ કહ્યું હતું કે અમેરિકનો પાસે ટેકનોલોજી અને સંરક્ષણ માટે પૂરતા મેઘાવી નાગરિકો નથી. ફોક્સ ન્યૂઝને આપેલી એક મુલાકાતમાં આ પ્રમાણે કહેવા સાથે એક પ્રશ્નના ઉત્તરમાં, કહ્યું હતું કે હું તે સ્વીકારૂં છું કે એચ-૧બી વિસાને લીધે અમેરિકોનાં વેતનમાં પણ ઘટાડો થઇ શકે. પરંતુ તમારે બહારથી (બીજા દેશોમાંથી) મેઘા તો આકર્ષવી જ જોઇએ. ત્યારે એન્કરે કહ્યું કે આપણી પાસે ઘણા મેઘાવી નાગરિકો છે. ત્યારે તુર્ત જ પ્રમુખે કહ્યું : ના તેમ નથી જ. તમારી પાસે પૂરતી મેઘા નથી. હું તમોને મિસાઇલ્સ બનાવતી ફેકટરીઓમાં લઇ જઇ દેખાડી શકું તેમ છું. (તેથી ત્યાં એચ-૧બી વિસા ધારકો છે).

ટૂંકમાં જો ચીનનું વિધેયક પસાર થઇ જશે તો વસાહતીઓ દૂર કરવાનાં કાર્યક્રમને પણ વેગ મળશે. તેમાં ભારતીયોને સૌથી વધુ નુકશાન થવા સંભવ છે.