Get The App

અમેરિકાનું બંધારણ બદલશે ટ્રમ્પ, પુતિનની જેમ લાંબા સમય સુધી રહેવા માંગે છે રાષ્ટ્રપ્રમુખ

Updated: Jan 24th, 2025

GS TEAM

Google News
Google News
Donald Trump

US President 3rd Term: ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે. યુએસ બંધારણ હેઠળ, વ્યક્તિ ફક્ત બે વાર રાષ્ટ્રપતિ બની શકે છે અને માત્ર બે ટર્મ માટે સેવા આપી શકે છે. પરંતુ ટ્રમ્પે ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ માટે બંધારણમાં સુધારો કરવો જરૂરી છે, તો જ ટ્રમ્પ ત્રીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકશે.એવામાં હવે મળતી જાણકારી મુજબ અમેરિકામાં હવે બંધારણમાં સુધારો કરવાની તૈયારી ચાલી રહી છે. આ સુધારા સાથે અમેરિકામાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ 3 ટર્મનો રહેશે.

ટ્રમ્પ અમેરિકાના ત્રીજી વખત રાષ્ટ્રપતિ બની શકે તે માટે અમેરિકાની સત્તાધારી રિપબ્લિકન પાર્ટીના એક સાંસદે યુએસ કોંગ્રેસમાં સંયુક્ત ગૃહ ઠરાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ દ્વારા અમેરિકી બંધારણમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે. જેના સંશોધન હેઠળ અમેરિકાના રાષ્ટ્રપતિનો કાર્યકાળ ત્રણ ટર્મનો થઈ શકે છે.

દેશને ટ્રમ્પની જરૂર છે

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનાવવાના હેતુથી આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે અને આ ઈરાદો ખુદ સાંસદ એન્ડી ઓગલ્સે વ્યક્ત કર્યો હતો. સાંસદે કહ્યું, 'આ સુધારા પછી ટ્રમ્પ ત્રીજી વખત રાષ્ટ્રપતિ બની શકશે અને દેશને એક મજબૂત નેતૃત્વની ખાતરી મળશે, જેની આપણા દેશને ખૂબ જ જરૂર છે.' 

આ અંગે ઓગલ્સે વધુમાં કહ્યું કે, 'ટ્રમ્પે આધુનિક ઈતિહાસમાં પોતાની જાતને એક માત્ર એવા વ્યક્તિ તરીકે સાબિત કરી છે જે આપણા દેશના પતનને પલટાવવા અને અમેરિકાને મહાનતા તરફ પાછા લાવવા માટે સક્ષમ છે, તેમને તે ધ્યેય પૂરો કરવા માટે જરૂરી સમય આપવો જોઈએ.'

આ પણ વાંચો: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓએ ધડાધડ પાર્ટ ટાઇમ કામ છોડી રહ્યા છે! જાણો શું છે ડર

કોઈ વ્યક્તિ બે વખતથી વધુ રાષ્ટ્રપતિ પદ પર રહી શકે નહીં

નવા રજૂ કરેલા ઠરાવ અનુસાર, કોઈપણ વ્યક્તિ ત્રણ વખતથી વધુ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ શકશે નહીં, પરંતુ સતત બે ટર્મ માટે ચૂંટાયા પછી, કોઈપણ નેતા ત્રીજી ટર્મ માટે દાવો કરી શકશે નહીં.' તે જ સમયે, કોઈપણ વ્યક્તિ કે જેણે રાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળ્યો હોય અથવા 2 વર્ષથી વધુ સમય સુધી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હોય તે બે વખતથી વધુ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ શકશે નહીં.

અમેરિકાનું બંધારણ બદલશે ટ્રમ્પ, પુતિનની જેમ લાંબા સમય સુધી રહેવા માંગે છે રાષ્ટ્રપ્રમુખ 2 - image