World

'ફક્ત પાકિસ્તાન જ મધ્યસ્થી, બાકી દુનિયા..'; સીઝફાયર લંબાવવા અંગે જુઓ શું બોલ્યું અમેરિકા?

By GS TEAM
16 Apr 20262 mins read
TukuTouch Logo
અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેમની તરફથી સીઝફાયર લંબાવવા માટે કોઈ સત્તાવાર માંગ કરવામાં આવી નથી. વ્હાઈટ હાઉસે સંકેત આપ્યા છે કે ઈરાન સાથેની વાટાઘાટોનો આગામી રાઉન્ડ પણ પાકિસ્તાનમાં જ થઈ શકે છે. વ્હાઈટ હાઉસના જણાવ્યા મુજબ, હાલમાં પાકિસ્તાન જ એકમાત્ર સત્તાવાર મધ્યસ્થ (Mediator) ભૂમિકા ભજવી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ફક્ત પાકિસ્તાન જ મધ્યસ્થી, બાકી દુનિયા..'; સીઝફાયર લંબાવવા અંગે જુઓ શું બોલ્યું અમેરિકા?

White House on Iran War and Pakistan : અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેમની તરફથી સીઝફાયર લંબાવવા માટે કોઈ સત્તાવાર માંગ કરવામાં આવી નથી. વ્હાઈટ હાઉસે સંકેત આપ્યા છે કે ઈરાન સાથેની વાટાઘાટોનો આગામી રાઉન્ડ પણ પાકિસ્તાનમાં જ થઈ શકે છે. વ્હાઈટ હાઉસના જણાવ્યા મુજબ, હાલમાં પાકિસ્તાન જ એકમાત્ર સત્તાવાર મધ્યસ્થ (Mediator) ભૂમિકા ભજવી રહ્યું છે.



સીઝફાયર વધારવાના સમાચારનું ખંડન

વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે તે અહેવાલોને નકારી કાઢ્યા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકા સીઝફાયર વધારવાની માંગ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે "આજે સવારે ખોટું રિપોર્ટિંગ થયું છે કે અમે સીઝફાયરના વિસ્તરણની માંગ કરી છે. હાલમાં આ વાત સાચી નથી." જોકે, તેમણે આશા વ્યક્ત કરી કે વાતચીત સાચી દિશામાં આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં સમજૂતી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રોયટર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હજુ પણ ઈરાન અને અમેરિકા વચ્ચે બે અઠવાડિયા માટે સીઝફાયર લંબાવવામાં આવી શકે છે. 

ઈરાનને 'દબાયેલા સૂરે' ચેતવણી

લેવિટે વધુમાં જણાવ્યું કે ઈરાન માટે એ જ હિતાવહ રહેશે કે તે પ્રમુખ ટ્રમ્પની માંગણીઓ સ્વીકારી લે. તેમણે સ્પષ્ટ કર્યું કે ટ્રમ્પે પોતાની 'રેડ લાઈન્સ' સામેના પક્ષને બહુ સ્પષ્ટ રીતે સમજાવી દીધી છે. વાટાઘાટો ફરીથી ઈસ્લામાબાદમાં જ શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે.

ત્રણ મુખ્ય મુદ્દાઓ પર અટકી છે વાત

મધ્યસ્થતાના પ્રયાસોમાં સામેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યારે ત્રણ મુખ્ય વિવાદિત મુદ્દાઓ પર કામ ચાલી રહ્યું છે:

1. ઈરાનનો પરમાણુ કાર્યક્રમ: પરમાણુ ગતિવિધિઓ પર નિયંત્રણ.

2. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ: સમુદ્રી માર્ગની સુરક્ષા અને અવરજવર.

3. વળતર: યુદ્ધ દરમિયાન ઈરાનને થયેલા નુકસાનનું વળતર.

બીજો રાઉન્ડ અને ટ્રમ્પના સંકેત

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે વાટાઘાટોનો બીજો રાઉન્ડ આગામી બે દિવસમાં શરૂ થઈ શકે છે. 'એપી' અને રોયટર્સના રિપોર્ટ અનુસાર, અમેરિકા અને ઈરાન સૈદ્ધાંતિક રીતે સીઝફાયરને વધુ બે અઠવાડિયા લંબાવવા માટે સહમત થયા હોવાના અહેવાલો છે, જેથી રાજદ્વારી ઉકેલ માટે વધુ સમય મળી શકે.