યુક્રેન યુદ્ધ માટે રશિયા પર આક્ષેપ મુકવાનો અમેરિકાનો સ્પષ્ટ ઈન્કાર
- 193 સભ્યોની મહાસભામાં ફ્રાંસે પ્રસ્તાવ પર મુકેલા ત્રણ સુધારાને યુરોપીય દેશોએ સમર્થન આપ્યું : મતદાનમાંથી અમેરિકાના પ્રતિનિધિ દૂર રહ્યા
સંયુક્ત રાષ્ટ્રો : ફ્રાન્સ એટલાંટિક રિલેશન્સમાં તદ્દન નવો જ વળાંક આવ્યો છે. ટ્રમ્પના નેતૃત્વ નીચેનું અમેરિકા યુક્રેન યુદ્ધમાં રશિયા પર આક્ષેપ મુકવાના યુરોપીય દેશોના વલણથી જુદું પડયું છે. યુક્રેન યુદ્ધ માટે રશિયા પર આક્ષેપ મુકવા અંગેના પ્રસ્તાવ તેમાં ફ્રાંસે કરેલા ત્રણ સુધારા પછી જ્યારે ૧૯૩ દેશોની બનેલી સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં મુકવામાં આવ્યો ત્યારે મતદાન કરવામાંથી અમેરિકા દૂર રહ્યું. આ સાથે તે સ્પષ્ટ થઈ ગયું છે કે યુક્રેન યુદ્ધ માટે અમેરિકા રશિયાને જવાબદાર ગણતું નથી.
આશ્ચર્યની વાત તે છે કે ફ્રાંસના પ્રમુખ મેક્રો તે સમયે અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની મહેમાનગતી માણી રહ્યા હતા. છતાં સંયુક્ત રાષ્ટ્રોમાં તે બંને દેશો અલગ પડયા હતા.
આ પછી સંયુક્ત રાષ્ટ્રોની સમિતિમાં અમેરિકાએ એક પ્રસ્તાવ રજુ કર્યો હતો. પરંતુ તે સમયે તે ૧૫ સભ્યોની સમિતિમાં પાંચ સભ્યો ગેરહાજર રહેતા તે પ્રસ્તાવ ૧૦-૦ મતે પસાર તો થયો પરંતુ રશિયાએ તેનો વીટો વાપરી ઉડાડી મુક્યો હતો.
ઉલ્લેખનીય છે કે મહાસમિતિમાં પસાર થયેલા પ્રસ્તાવો કોઈ પણ પક્ષને બંધનકર્તા હોય છે પરંતુ તે સિદ્ધાંતને ઘણીવાર અનુસરતા નથી. બીજી તરફ તેનો ફરજિયાત અમલ કરાવવા માટે સંયુક્ત રાષ્ટ્રો પાસે કોઈ અન્ય સાધનો પણ નથી.
ટુંકમાં અત્યારે યુક્રેન યુદ્ધ તત્કાળ બંધ થાય તેવી સંભાવના દેખાતી નથી. સાથે તે પણ સ્પષ્ટ થઈ ગયું છે કે તે યુદ્ધ અંગે અમેરિકા અને યુરોપના દેશો વચ્ચે સ્પષ્ટ મતભેદો રહ્યા છે.
આખરે તે પ્રસ્તાવ 'મહાસભા' પસાર તો થઈ ગયો પરંતુ ભારત પણ મતદાન સમયે ગેરહાજર રહ્યું હતું.