Get The App

અમેરિકાએ ભારતીયો માટે જાહેર કરી વધુ 2,50,000 વિઝા અપોઇન્ટમેન્ટ, વિદ્યાર્થીઓને પણ ફાયદો

Updated: Sep 30th, 2024

GS TEAM

Google News
Google News
અમેરિકાએ ભારતીયો માટે જાહેર કરી વધુ 2,50,000 વિઝા અપોઇન્ટમેન્ટ, વિદ્યાર્થીઓને પણ ફાયદો 1 - image


America's big announcement : અમેરિકાએ હવે ભારતીયોને લગતી એક મોટી જાહેરાત કરી છે. જેમાં ભારતીય ટુરિસ્ટ્સ, સ્કિલ્ડ વર્કર્સ અને સ્ટુડન્ટ્સ માટે ગુડ ન્યૂઝ આવ્યા છે. ભારતમાં સંચાલિત અમેરિકન એમ્બેસીએ વધારાની 2,50,000 વિઝા અપોઇન્ટમેન્ટ જાહેર કરી છે. જેનો લાભ ભારતીય ટુરિસ્ટ્સ, સ્કિલ્ડ વર્કર્સ અને વિદ્યાર્થીઓ લઈ શકશે. 


હજારો ભારતીયોને થશે ફાયદો 

અમેરિકન એમ્બેસીના જણાવ્યાનુસાર આ જાહેરાતથી અમેરિકા જવા માગતા હજારો ભારતીય અરજદારોને  સમયસર ઈન્ટરવ્યૂ, મુસાફરીની સુવિધાઓ મળી શકશે. જેનાથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બની શકશે. અમેરિકાની એેમ્બેસીએ જણાવ્યું હતું કે સતત બીજા વર્ષે અમારી પાસે 10 લાખ જેટલી નોન ઈમિગ્રન્ટ વિઝા અરજીઓ આવી હતી. અમારો ધ્યેય પરિવારોને એકજૂટ કરવાનો, વેપારને વધારવાનો અને ટુરિઝમ વધારવાનો છે.

આ પણ વાંચો : 6 મંત્રાલય બંધ, દોઢ લાખ નોકરીઓનો અંત, કંગાળ પાકિસ્તાન આર્થિક કટોકટીમાં ફસાયું


Tags :