ટ્રમ્પના બોમ્બ પણ ઈરાનનું કંઈ ના બગાડી શક્યા, અમેરિકન રિપોર્ટમાં જ ખૂલી પોલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Airstrikes did not Destroy Iran Nuclear Plant: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન પર કરેલી એરસ્ટ્રાઇકમાં ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન નામના ત્રણ ઈરાની પરમાણુ સ્થળો સફળતાપૂર્વક નાશ પામ્યા છે. જોકે યુએસ ગુપ્તચર રિપોર્ટ અનુસાર, હવાઈ હુમલાએ ઈરાનની પરમાણુ ક્ષમતાને સંપૂર્ણપણે નાશ કરી ન હતી, ફક્ત થોડા મહિનાઓ માટે તેને ધીમી પાડી દીધી હતી. પરંતુ વ્હાઈટ હાઉસે આ મૂલ્યાંકનને નકારી કાઢ્યું છે.
અમેરિકન રિપોર્ટમાં શું દાવા કરવામાં આવ્યા છે જાણો
અમેરિકન રિપોર્ટ મુજબ, અમેરિકા દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓએ ઈરાનની પરમાણુ શસ્ત્રો બનાવવાની ક્ષમતાને સંપૂર્ણપણે નષ્ટ કરી ન હતી, પરંતુ તેની ક્ષમતાને ફક્ત થોડા મહિનાઓ માટે જ પાછળ ધકેલી દીધી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર 13,607 કિલોના બોમ્બ ફેંકીને પરમાણુ કાર્યક્રમનો નાશ કરવામાં આવ્યો હતો. જોકે, અમેરિકન રિપોર્ટ મુજબ, ઈરાનની મોટાભાગની સુવિધાઓ ભૂગર્ભમાં હતી આથી અમેરિકાના બોમ્બથી વધુ નુકસાન થયું ન હતું. અમેરિકાના હુમલા છતાં, કેટલાક સેન્ટ્રીફ્યુજ હજુ પણ કાર્યરત સ્થિતિમાં છે અને ઈરાનના યુરેનિયમ ભંડાર ખતમ થયા નથી, તે સુરક્ષિત છે.
આ પણ વાંચો: ચીને કરી કમાલ, યુદ્ધની રીત બદલી નાખે એવા 1.3 સે.મી. કદના મચ્છર જેવડાં ડ્રોન બનાવ્યાં
વ્હાઇટ હાઉસે આ રિપોર્ટને ફગાવી દીધો
વ્હાઇટ હાઉસે આ મૂલ્યાંકન રિપોર્ટ ફગાવી દીધો છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'આ કથિત મૂલ્યાંકન લીક થવું એ સ્પષ્ટપણે ડોનાલ્ડ ટ્રમ્પનું અપમાન કરવાનો અને ઈરાનના પરમાણુ કાર્યક્રમને સફળતાપૂર્વક નષ્ટ કરવાના મિશનને પાર પાડનારા બહાદુર પાયલટ્સને બદનામ કરવાનો પ્રયાસ છે. બધા જાણે છે કે જ્યારે તમે લક્ષ્ય પર 13,607 કિલોનો બોમ્બ ફેંકો છો ત્યારે શું થાય છે!'








