Get The App

સોમાલિયાના આતંકી ઠેકાણાઓ પર અમેરિકાની એર સ્ટ્રાઈક: અલ શબાબના 30 લડાકૂ ઠાર

Updated: Jan 22nd, 2023

GS TEAM


Google News
Google News
સોમાલિયાના આતંકી ઠેકાણાઓ પર અમેરિકાની એર સ્ટ્રાઈક: અલ શબાબના 30 લડાકૂ ઠાર 1 - image


- અમેરિકી આર્મીના યુએસ આફ્રિકા કમાન્ડે એક નિવેદન જારી કરીને આની જાણકારી આપી

મોગાદિશૂ, તા. 23 જાન્યુઆરી 2023, રવિવાર

અમેરિકી સેનાએ સોમાલિયાના ગલકાડ શહેર નજીક એર સ્ટ્રાઈક કરી છે જેમાં અલ-શબાબના 30 લડાકૂ માર્યા ગયા છે. યુએસ સેનાએ શુક્રવારે એવા સમયે હુમલો કર્યો જ્યારે સોમાલિયાની સેના ભારે લડાઈમાં વ્યસ્ત હતી. અમેરિકી આર્મીના યુએસ આફ્રિકા કમાન્ડે એક નિવેદન જારી કરીને આની જાણકારી આપી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ હુમલો સોમાલિયાની રાજધાની મોગાદિશૂથી 260 કિમી ઉત્તર-પૂર્વમાં ગલકાડ પાસે થયો હતો. યુએસ આફ્રિકા કમાન્ડે મૂલ્યાંકન કર્યું છે કે તેના દૂરસ્થ સ્થાનને કારણે હુમલામાં કોઈ નાગરિક ઘાયલ અથવા માર્યા નથી ગયા.

યુએસ સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, યુએસ સેનાએ સોમાલિયા નેશનલ આર્મી દળોના સમર્થનમાં 100થી વધુ અલ-શબાબના લડાકૂઓના તીવ્ર આક્રમણના જવાબમાં અને સામૂહિક આત્મરક્ષા માટે આ હુમલો કર્યો છે. અલ કાયદા સાથે જોડાયેલા આતંકી સમૂહનો ઉલ્લેખ કરતા અમેરિકી સેનાએ કહ્યું કે, અલ શબાબના લડાકૂ એક જટિલ, વિસ્તારિત, ભયંકર યુદ્ધ કરી રહ્યા છે.

એક અહેવાલ પ્રમાણે સંરક્ષણ અધિકારીના જણાવ્યા પ્રમાણે હવાઈ હુમલા સમયે જમીન પર કોઈ યુએસ દળો ન હતા.

મે 2022 માં રાષ્ટ્રપતિ જો બાઈડને આતંકવાદી જૂથનો સામનો કરવા માટે યુએસ સૈનિકોને સોમાલિયાના પ્રદેશમાં ફરીથી ગોઠવવાની પેન્ટાગોનની વિનંતીને મંજૂરી આપી હતી. ત્યારથી યુએસએ સોમાલી સરકારને સતત સમર્થન આપ્યુ છે. 

બાઈડન વહીવટીતંત્રમાં લગભગ 500 સૈનિકો મોકલવાની મંજૂરી એ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 2020માં સોમાલિયામાંથી તમામ યુએસ સૈનિકોને પાછી ખેંચવાના નિર્ણયની વિરુદ્ધ હતી.

Tags :