World

ગુસ્સામાં અપશબ્દો બોલીને ટ્રમ્પે પગ પર કુહાડી મારી? આ નિયમ હેઠળ જઈ શકે છે ખુરશી, 5 સાંસદો મેદાને

By GS TEAM
6 Apr 20262 mins read
TukuTouch Logo
ઈરાન સામે અપશબ્દોનો ઉપયોગ કર્યા બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલીમાં મૂકાયા હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકામાં વિરોધ પક્ષના સાંસદોએ ટ્રમ્પ વિરુદ્ધ 25મા બંધારણીય સુધારા હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી તેમને પદ પરથી હટાવવાની માંગ તેજ કરી છે. ઓછામાં ઓછા 5 સાંસદોએ ખુલ્લેઆમ ટ્રમ્પને હટાવવાની માંગ કરતાં જણાવ્યું છે કે તેઓ પોતાના કર્તવ્યો નિભાવવામાં સંપૂર્ણપણે અક્ષમ છે અને તેમને સત્તા પરથી દૂર કરવા એ જ એકમાત્ર વિકલ્પ છે. સાંસદ બેક્કા બાલિંટે સવાલ ઉઠાવ્યો હતો કે જો ઓબામા કે બાઇડને આવા અપશબ્દો કહ્યા હોત તો શું રિપબ્લિકન પક્ષે તેમને હટાવવાની માંગ ન કરી હોત? જ્યારે સીનેટર ક્રિસ મર્ફી અને કોંગ્રેસ સદસ્ય યાસ્મીન અંસારીએ ટ્રમ્પને 'પાગલ' ગણાવીને કહ્યું છે કે તેમના કારણે આખી દુનિયા અત્યારે જોખમમાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુસ્સામાં અપશબ્દો બોલીને ટ્રમ્પે પગ પર કુહાડી મારી? આ નિયમ હેઠળ જઈ શકે છે ખુરશી, 5 સાંસદો મેદાને
(IMAGE - IANS)

US 25th Amendment: ઈરાન સામે અપશબ્દોનો ઉપયોગ કર્યા બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલીમાં મૂકાયા હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકામાં વિરોધ પક્ષના સાંસદોએ ટ્રમ્પ વિરુદ્ધ 25મા બંધારણીય સુધારા હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી તેમને પદ પરથી હટાવવાની માંગ તેજ કરી છે. ઓછામાં ઓછા 5 સાંસદોએ ખુલ્લેઆમ ટ્રમ્પને હટાવવાની માંગ કરતાં જણાવ્યું છે કે તેઓ પોતાના કર્તવ્યો નિભાવવામાં સંપૂર્ણપણે અક્ષમ છે અને તેમને સત્તા પરથી દૂર કરવા એ જ એકમાત્ર વિકલ્પ છે. સાંસદ બેક્કા બાલિંટે સવાલ ઉઠાવ્યો હતો કે જો ઓબામા કે બાઇડને આવા અપશબ્દો કહ્યા હોત તો શું રિપબ્લિકન પક્ષે તેમને હટાવવાની માંગ ન કરી હોત? જ્યારે સીનેટર ક્રિસ મર્ફી અને કોંગ્રેસ સદસ્ય યાસ્મીન અંસારીએ ટ્રમ્પને 'પાગલ' ગણાવીને કહ્યું છે કે તેમના કારણે આખી દુનિયા અત્યારે જોખમમાં છે.

અમેરિકન પ્રમુખને પદ પરથી હટાવવા માટેની વિશેષ કાનૂની જોગવાઈ

અમેરિકન બંધારણનો 25મો સુધારો પ્રમુખને પદ પરથી હટાવવા અથવા તેમના મૃત્યુ કે અસમર્થતાની સ્થિતિમાં આગળની કાર્યવાહી વિશે વિગતવાર માહિતી આપે છે. આ કાયદા મુજબ, જો પ્રમુખને હટાવવામાં આવે તો બાકીના સમયગાળા માટે ઉપરાષ્ટ્રપતિ કાર્યભાર સંભાળે છે. આ પ્રક્રિયા શરૂ કરવા માટે સૌથી પહેલા કેબિનેટે પ્રસ્તાવ લાવવો પડે છે. જો પ્રમુખ આ પ્રસ્તાવનો વિરોધ કરે, તો મામલો સંસદમાં જાય છે. જો સીનેટ અને કોંગ્રેસના 2/3 સભ્યો આ પ્રસ્તાવને મંજૂરી આપી દે, તો પ્રમુખે ફરજિયાતપણે પોતાની ખુરશી છોડવી પડે છે.

આ પણ વાંચો: અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનું સીઝફાયર? ટ્રમ્પની ધમકી બાદ ચોંકાવનારો રિપોર્ટ, 48 કલાકમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય

વિવાદ બાદ ટ્રમ્પ 3 દિવસની રજા પર

રિપોર્ટ મુજબ, ઈરાન વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ 3 દિવસની રજા પર ઉતરી ગયા છે. રિપ્રેઝન્ટેટિવ મેલેની સ્ટાન્સબેરીએ આકરા શબ્દોમાં ટીકા કરતાં કહ્યું છે કે હવે પાણી માથા પરથી જઈ રહ્યું છે અને પગલાં લેવાનો આ જ યોગ્ય સમય છે. અમેરિકામાં અત્યારે જે રીતે રાજકીય માહોલ ગરમાયો છે તે જોતાં ટ્રમ્પ માટે આગામી દિવસો ઘણા પડકારજનક સાબિત થઈ શકે છે.