ઇઝરાયેલમાં પણ હવે યુપીઆઈ શરુ થવાની તૈયારી

- બંને દેશ એકબીજાને ત્યાં રોકાણને પ્રોત્સાહન આપશે
- ભારત-ઇઝરાયેલ વચ્ચે મુક્ત વેપાર કરાર અત્યંત ટૂંક સમયગાળામાં થવાનો વિશ્વાસ
નવી દિલ્હી : ભારતની સાથે દ્વિપક્ષીય કરાર કર્યા પછી ઇઝરાયેલ ભારત સાથે આર્થિક સંબંધ વધુને વધુ મજબૂત બનાવવા પ્રયત્નશીલ છે. આ જ દિશામાં ઇઝરાયેલ હવે ભારત સાથે મળીને એવી નાણાકીય પ્રણાલિ વિકસાવી રહ્યું છે કે ઇઝરાયેલમાં પણ યુપીઆઈ ટ્રાન્ઝેકશન થઈ શકે એમ ઇઝરાયેલના ટોચના અધિકારીએ જણાવ્યું હતું.
ઇઝરાયેલના નાણા મંત્રાલયના એકાઉન્ટન્ટ જનરલ રોથનબર્ગે જણાવ્યું હતું કે બંને દેશ વચ્ચેનો મુક્ત વેપાર કરાર અત્યંત ટૂંકા સમયગાળામાં પૂરો થાય તેવી સંભાવના છે. ઇઝરાયેલના નાણાપ્રધાન બેઝલેલ સ્મત્ટ્રિચની આગેવાની હેઠળનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ ભારતના પ્રવાસે આવ્યું છે તેમા રોથનબર્ગનો સમાવેશ થાય છે.
આ મુલાકાતનું મહત્ત્વનું પરિણામ દ્વિપક્ષીય કરાર છે, જેના પર નાણપ્રધાન નિર્મલા સીતારામ અને સ્મોટ્રિચે કરાર કર્યા હતા. તેના લીધે બંને દેશ એકબીજામાં રોકાણ કરી શકશે. તેમણએ જણાવ્યું હતું કે આ કરાર અંત નથી, પણ શરુઆત છે. અમે આ કરારને રોકાણનો પાયો માનીએ છીએ. ઇઝરાયેલનો દાવો છે કે ગાઝાપટ્ટીમાં લશ્કરી કાર્યવાહી પૂરી કર્યા પછી ઇઝરાયેલ પહેલાં ન હતું તેટલું હંમેશા માટે સલામત બની જશે. તેના પછી કોઈપણ પ્રકારની આતંકવાદી હુમલાની સભાવના નહીં રહે.









