Get The App

અસામાન્ય : ઈરાનનાં એક શહેરમાં 82.2 સે. ઉષ્ણતામાન ઓગસ્ટ 28ના દિવસે નોંધાયું

Updated: Aug 31st, 2024

GS TEAM

Google News
Google News
અસામાન્ય : ઈરાનનાં એક શહેરમાં 82.2 સે. ઉષ્ણતામાન ઓગસ્ટ 28ના દિવસે નોંધાયું 1 - image


- દ.ઈરાનનાં ડેરેસ્તાન એરપોર્ટ ઉપર નોંધાયેલું આટલું ઉંચુ ઉષ્ણતામાન હજી સુધી વિશ્વમાં નોંધાયેલું સૌથી ઉંચું ઉષ્ણતામાન છે

નવી દિલ્હી : દ.ઈરાનના સમુદ્ર તટથી માત્ર થોડે દૂર રહેલા ડેરેસ્તાનનાં એરપોર્ટ ઉપર ઓગસ્ટ ૨૮ના દિને ૮૨.૨ ડીગ્રી ઉષ્ણતામાન નોંધાયું હતું. તેમ સમાચારો જણાવે છે જો આ માહિતી સાચી હોય તો હજી સુધી પૃથ્વી પર નોંધાયેલું આ ઉષ્ણતામાન સૌથી ઉંચું ઉષ્ણતામાન બની રહેશે. આ પૂર્વે એક વખત ૩૬.૧ં સે. ઉષ્ણતામાન નોંધાયું હતું.

અમેરિકાની નેશનલ વેધર સર્વિસે ૨૮મી ઓગસ્ટે સવારે સાડા દસ વાગે તો તેમ જણાવ્યું હતું કે, ડેરેસ્તાન એરપોર્ટ પર માત્ર ૩૮.૮ં સેલ્સિયસ ઉષ્ણતામાન હોવાનું ત્યાંની હવામાન ઓફીસે તેના ડેટામાં જણાવ્યું હતું. ત્યાંથી બપોરના ૧ વાગ્યાથી ૨ વાગ્યા સુધીમાં પારો આટલો ઉંચો પહોંચી ગયો હતો. તેનું એક કારણ વાતાવરણમાં વધેલો ભેજ પણ હોઈ શકે તેમ હવામાનશાસ્ત્રીઓ જણાવે છે. અહીં તે સમયે હવામાં ભેજનું પ્રમાણ ૮૫ ટકા જેટલું પહોંચી ગયું હતું.

આશ્ચર્ય તો તે વાતનું છે કે સામાન્યતઃ ભેજનું પ્રમાણ વધતાં ઉષ્ણતામાન નીચું જતું હોય છે, પરંતુ અહીં પરિસ્થિતિ 'ટોપ્સી-ટર્વી' બની રહી હતી.

એક અન્ય ઉલ્લેખ પણ આ સાથે કરવો અનિવાર્ય છે, તે એ કે જ્યારે ગરમીને લીધે શરીરનું ઉષ્ણતામાન વધે છે ત્યારે પરસેવો થવા લાગે છે. તે પરસેવો પછી હવામાં ઊંડી પણ જતો હોય છે, તેથી શરીરનું ઉષ્ણતામાન ઘટતું જાય છે. આમ માનવીને કે પ્રાણીને બચાવવા માટે જ પરસેવો વળવો શરૂ થઈ જાય છે. પરંતુ ગરમીની સાથે જો હવામાં ભેજનું પ્રમાણ ઘણું ઉંચું હોય તો પરસેવો તત્કાળ ઉડી જતો નથી. તેથી અકળામણ થતી હોય છે.

ઈરાનમાં નોંધાયેલાં આટલા ઉંચા ઉષ્ણતામાન અંગે વિશેષજ્ઞાો કહે છે કે, આથી સન-સ્ટ્રોકથી પીડાતા લોકોની હોસ્પિટલોમાં કતારો લાગવા માંડી છે. સાથે તે યાદ રહે કે ૨૮મી ઓગસ્ટે નોંધાયેલું આટલું ઊંચું ઉષ્ણતામાન 'ગ્લોબલ સાઉથ'ની બગડતી જતી પરિસ્થિતિ દર્શાવે છે. આ શંકા તે પણ છે કે તે વિસ્તારમાં 'હીટવેવ' વધુ તીવ્ર બનતાં રહ્યાં છે. તેટલું જ નહીં પરંતુ તે લાંબો સમય ચાલુ રહે છે, અને વારંવાર આવ્યા કરે છે.

Tags :