Get The App

રેલવે ટ્રેક પર ભરાય છે વિશ્વનું આ અનોખુ માર્કેટ, નામ છે 'જીવન-જોખમ' બજાર

Updated: Jan 25th, 2023

GS TEAM


Google News
Google News
રેલવે ટ્રેક પર ભરાય છે વિશ્વનું આ અનોખુ માર્કેટ, નામ છે 'જીવન-જોખમ' બજાર 1 - image


બેંગકોક, તા. 25 જાન્યુઆરી 2023 બુધવાર

થાઈલેન્ડના સમુત સોંગખરામ પ્રાંતમાં મેકલોંગ રેલવે સ્ટેશન એક પર્યટક આકર્ષણ છે. સ્ટેશન પર રોમ હુપ માર્કેટ છે. આમ તો આ એક સામાન્ય બજાર છે જ્યાં સમુદ્રી ભોજન, શાકભાજી, ફળ, માંસ અને અન્ય વિવિધ સામાન મળે છે પરંતુ આના સાથે જોડાયેલી એક વસ્તુ છે જે આને ખૂબ ખાસ બનાવે છે. 

આ બજારને 'જીવન-જોખમ' બજાર કહેવામાં આવે છે કેમ કે આના સ્ટોલ માઈ ક્લોંગ-બાન લામ રેલવે લાઈનની એકદમ નજીક છે. મહાચાઈ અને માઈ ક્લોંગ વચ્ચે આ એક નાની રેલવે લાઈન છે. થાઈલેન્ડ પર્યટનની વેબસાઈટ અનુસાર બજાર 100 મીટરમાં ફેલાયેલુ છે અને સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે.

રેલવે ટ્રેક પર ભરાય છે વિશ્વનું આ અનોખુ માર્કેટ, નામ છે 'જીવન-જોખમ' બજાર 2 - image

બજારમાં દુકાનદાર તડકાથી બચવા માટે છત્રીઓ લગાવે છે. શેલ્ટર રેલવે ટ્રેસથી ચોંટેલા રહે છે જ્યાં ગ્રાહક ખરીદી કરે છે પરંતુ જ્યારે આવતી ટ્રેનની સીટી સંભળાય છે તો અચાનક બજારમાં હલચલ મચી જાય છે. દુકાનદાર દુકાનની છત્રીઓને બંધ કરવાની સાથે-સાથે તમામ સામાન હટાવવામાં લાગી જાય છે જેથી ટ્રેનને પસાર થવામાં કોઈ મુશ્કેલી પડે નહીં. 

Tags :