Get The App

દુનિયાની અનોખી ઘડિયાળ, જેમાં ક્યારેય 12 નથી વાગતા! પૌરાણિક કથા સાથે જોડાયેલું છે રહસ્ય

Updated: Dec 28th, 2020

GS TEAM

Google News
Google News


દુનિયાની અનોખી ઘડિયાળ, જેમાં ક્યારેય 12 નથી વાગતા! પૌરાણિક કથા સાથે જોડાયેલું છે રહસ્ય 1 - image

નવી દિલ્હી, તા. 28 ડિસેમ્બર 2020, સોમવાર

સામાન્ય રીતે ઘડિયાળમાં જ્યારે રાતના 12 વાગે છે ત્યારે તારીખ બદલાય છે. વિશ્વમાં તમામ જગ્યા પર આ રીતે તારીખ બદલાય છે. પરંતુ વિચારો કે જો ઘડિયાળમાં 12 વાગે જ નહીં તો શું કરવું? તમને થશે કે શું ગાંડા જેવી વાત છે, દરેક ઘડિયાળમાં 12 તો વાગે જ ને. પરંતુ અહીં તમારી ભુલ થાય છે, દુનિયામાં એક ઘડિયાળ એવી પણ છે કે જેની અંદર ક્યારેય 12 નથી વાગતા. ના, ઘડિયાળ બંધ નથી પણ શરુ જ છે ને આખું શહેર તેમાં સમય પણ જુએ છે.

આ અજીબોગરીબ ઘડિયાળ સ્વિત્ઝરલેન્ડના સૌલૌથર્ન શહેરમાં આવેલી છે. આ શહેરમાં ટાઉન સ્કેવરની દિવાલ ઉપર એક ઘડિયાળ લાગેલી છે, જેની અંદર માત્ર 11 આંકડા જ છે.  ઘડિયાળની અંદર 12નો અંક છે જ નહીં. આ શહેરમાં બીજી પણ એવી ઘડિયાળઓ છે જેની અંદર 12 નથી વાગતા. આ શહેરની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીંના લોકોને 11 નંબર સાથે ઘણો લગાવ છે. શહેરમાં જેટલી પણ વસ્તુઓ છે, જાહેર સ્તળઓ છે તે બધાની ડિઝાઇન 11 નંબર સાથે જોડાયેલી છે.

આ શહેરની અંદર 11 ચર્ચ વેલા છે. આ સિવાય શહેરની અંદર 11 સંગ્રહાલય, 11 ઝરણા અને ટાલર પણ 11 છે. શહેરનું જે મુખ્ય ચર્ચ છે તેની અંદર દરવાજા પણ 11 છે. એવું પણ કહેવામાં આવે છે કે આ ચર્ચ બનાવતા પણ 11 વર્ષ લાગ્યા હતા. ચર્ચની અંદર ત્રણ સીડો છે અને દરેકમાં 11 પગથિયા છે. અહીંના લોકો માટે 11 નંબર એટલો ખાસ છે કે પોતાના 11મા જન્મદિવસની વિશેષ ઉજવણી પણ કરે છે. આ અવસર ઉપર જ ભેટ પવામાં આવે છે, તે પણ 11 નંબર સાથે જ જોડાયેલી હોય છે.

11 નંબર પ્રત્યે આટલા બધા લગાવ પાછળનું કારણ સદીઓ જુની માન્યતા છે. એવું કહેવામાં આવે છે કે એક સમયે સોલોમર્થ શહેરના લોકો ખૂબ મહેનત કરતા હતા. આમ છતા તેમના જીવનમાં ખુશી નહોતી. થોડા સમય બાદ શહેરના પહાડી વિસ્તારમાંથઈ એલ્ફ આવવા લાગ્યા અને તેમનો ઉત્સાહ વધાર્યો. જેથી ત્યાંના લોકોના જીવનમાં સુખ આવ્યું. 

હવે એલ્ફ વિશે તો જર્મન પૌરાણિક કથાઓમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છએ. એલ્ફ એટલે એવા લોકો જેમની પાસે અલૌકિક શક્તિવ હોય છે. જર્મન ભાષામાં એલ્ફનો અર્થ 11 થાય છે. જેથી સોલોમર્થના લોકો 11 નંબરને આટલું મહત્વ આપે છે.


Tags :