Get The App

મંકીપોક્સથી 629 મોત, 18000 શંકાસ્પદ કેસ બાદ UNICEFનું એલર્ટ, જાણો શું લીધો નિર્ણય

Updated: Sep 1st, 2024

GS TEAM

Google News
Google News
Monkeypox


Monkeypox Vaccination: યુનાટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ (UNICEF)એ વિવિધ દેશોમાં ઝડપથી ફેલાઈ રહેલ મંકીપોક્સના લીધે સતર્ક બન્યું છે. યુનિસેફે મંકીપોક્સ સામે રક્ષણ મેળવવા ઈમરજન્સી ટેન્ડર બહાર પાડ્યું છે. જેમાં ગાવી વેક્સિન અલાયન્સ, આફ્રિકા સીડીસી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાથે મળી સંકટગ્રસ્ત દેશોમાં મંકીપોક્સની વેક્સિન લગાવવા માટે જારી કરવામાં આવેલ ઈમરજન્સી ટેન્ડર હેઠળ કામ કરશે જેમાં જણાવ્યું છે કે, ઉત્પાદકોની ઉત્પાદન ક્ષમતાના આધારે 2025 સુધીમાં 12 મિલિયન વેક્સિનના ઉત્પાદન માટે કરારો થઈ શકે છે.

યુનિસેફ ટેન્ડર હેઠળ વેક્સિન નિર્માતાઓ સાથે મળી શરતી પુરવઠા કરાર સ્થાપિત કરશે. જે યુનિસેફને ધિરાણ, માંગ, તૈયારીઓ અને નિયમનકારી આવશ્યકતાઓની ખાતરી આપતાં વિલંબ કર્યા વિના વેક્સિન ખરીદવા અને મોકલવા માટે સક્ષમ બનાવશે. તેમાં વેક્સિન એલાયન્સ અને પેન અમેરિકન હેલ્થ ઓર્ગેનાઈઝેશન તેમજ ગાવી, આફ્રિકા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અને WHOની સાથે મળી કામ કરશે. ઉચ્ચ આવક ધરાવતા દેશો હાલના ભંડારમાંથી વેક્સિનેશન માટે દાનની સુવિધા પ્રદાન કરશે.

આ પણ વાંચોઃ મુંબઈમાં મંકીપોક્સ માટે 14 બેડનો ખાસ વોર્ડ શરુ કરાયો

કેટલીક વેક્સિન ઈમરજન્સી લાયસન્સ અપાશે

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે WHO 23 ઓગસ્ટના રોજ ઉત્પાદકો દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતીની સમીક્ષા કરી રહ્યું છે અને સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં ઈમરજન્સી ઉપયોગની સૂચિ માટે સમીક્ષા પૂર્ણ કરશે. એજન્સી બાવેરિયન નોર્ડિક (BAVA.CO) અને જાપાનના KM બાયોલોજિક્સ દ્વારા ઉત્પાદિત બે વેક્સિન માટે ઇમરજન્સી લાયસન્સની પણ સમીક્ષા થઈ રહી છે. કોંગોના ડેમોક્રેટિક રિપબ્લિકમાં વાયરલ ચેપ પડોશી દેશોમાં ફેલાયા પછી WHOએ ઓગસ્ટમાં મંકીપોક્સને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી હતી.

મંકીપોક્સથી અત્યાર સુધીમાં 629 લોકોના મોત

WHOના ડિરેક્ટર-જનરલ ટેડ્રોસ ગેબ્રિયસે જણાવ્યું હતું કે કોંગોમાં આ વર્ષે અત્યાર સુધીમાં મંકીપોક્સથી 629 લોકોના મોત થઈ ચૂક્યા છે. 18,000થી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા છે, જ્યારે બુરુન્ડીમાં 150થી વધુ કેસો નોંધાયા છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને પડોશી દેશો સ્વીડન અને થાઈલેન્ડમાં વાયરસના ક્લેડ IB વેરિઅન્ટના કેસો નોંધાયા છે. 


મંકીપોક્સથી 629 મોત, 18000 શંકાસ્પદ કેસ બાદ UNICEFનું એલર્ટ, જાણો શું લીધો નિર્ણય 2 - image

Tags :