Get The App

'કયામત'થી બચવા અમેરિકામાં 21 ટ્રિલિયન ડૉલરના ખર્ચે અંડરગ્રાઉન્ડ શહેર બનાવાયું

Updated: May 9th, 2025

GS TEAM


Google News
Google News
'કયામત'થી બચવા અમેરિકામાં 21 ટ્રિલિયન ડૉલરના ખર્ચે અંડરગ્રાઉન્ડ શહેર બનાવાયું 1 - image


- ભૂતપૂર્વ અમેરિકી અધિકારી કેથરિન ઓસ્ટિનના દાવાનો વીડિયો વાઇરલ 

- અમેરિકાએ વિક્સાવેલાં 170 ભૂગર્ભ સ્થળો એક મોટી પરિવહન પ્રણાલિ સાથે જોડાંયેલાં છેઃ કેથરિન 

New York News : પૃથ્વી પર કયામતનો દિવસ કે પ્રલય આવે તો તેનાથી બચવા માટે અમેરિકાની સરકારે 21 ટ્રિલિયન ડોલર્સના ખર્ચે ગુપ્ત શહેર વસાવી લીધું છે. આ અંડરગ્રાઉન્ડ શહેરમાં આવેલાં શેલ્ટર્સમાં રહીને હાઇ પ્રોફાઇલ ધનવાન અમેરિકન્સ અને મોટાં મોટાં અધિકારી પ્રલય સામે ટકી શકે તેમ છે.

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશના શાસનકાળમાં યુએસના શહેરી વિકાસ ખાતામાં સહાયક સચિવ તરીકે કામગીરી બજાવનાર કેથરિન ઓસ્ટિન ફિટસે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે અમેરિકાએ લગભગ 170 ભૂગર્ભ સ્થળો વિકસાવ્યા છે. જે એક મોટી પરિવહન પ્રણાલિ સાથે જોડાંયેલાં છે. આ સ્થળોમાંથી કેટલાક સ્થળો દરિયામાં પણ આવેલાં છે. 

કેથરિને પોતાના દાવાના ટેકામાં મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી માર્ક સ્કિડમોરના એક સંશોધનનો હવાલો પણ આપ્યો હતો. આ સંશોધનમાં 1998 અને 2015 દરમ્યાન સંરક્ષણ અને શહેરી વિકાસ વિભાગોમાં મોટાપાયે આર્થિક હેરફેર કરાઇ હોવાનું જણાયું હતું.કેથરિન  ફિટ્સે દાવો કર્યો હતો કે તેણે 21 ટ્રિલિયન જેવી જંગી રકમ ક્યાં ગઇ તે વિશે વર્ષો સુધી તપાસ કરી હતી. આખરે તે રકમ ભૂગર્ભ શહેર વસાવવામાં વાપરવામાં આવી હોવાના તારણ પર તે પહોંચી છે. 

કેથેરિને દાવો કર્યો હતો કે આ ગુપ્ત બંકર્સનો ઉપયોગ ગુપ્ત સ્પેસ પ્રોગ્રામ માટે અથવા ગુપ્ત સરકારી કાર્યવાહી કરવા માટે પણ થઇ શકે છે. શીત યુદ્ધ દરમ્યાન વેસ્ટ વર્જિનિયામાં ગ્રીનબ્રિયર રિસોર્ટની નીચે બંકર્સ બનાવવામાં આવ્યા હતા. કોંગ્રેસમેન માટે આ બંર્ક્સ બનાવવામાં આવ્યા હતા. પણ કેથરિને કરેલાં દાવા અનુસાર વિરાટ કદના કોઇ ભૂગર્ભ શહેર સરકાર દ્વારા વિકસાવવામાં આવ્યા હોવાના કોઇ પુરાવા સાંપડયા નથી. 

Tags :