Get The App

એપલે ચીનનાં દબાણમાં તેના એપ સ્ટોરમાંથી 4,500 ગેમ્સ હટાવી

Updated: Jul 5th, 2020

GS TEAM

Google News
Google News
એપલે ચીનનાં દબાણમાં તેના એપ સ્ટોરમાંથી 4,500 ગેમ્સ હટાવી 1 - image

બિજીંગ, 5 જુલાઇ 2020 રવિવાર

ચીનની સરકારના દબાણ હેઠળ એપલે તેની ઇન્ટરનેટ નીતિઓને પગલે ચાઇનીઝ એપલ સ્ટોરમાંથી ઓછામાં ઓછી 4,500 ગેમ્સ દૂર કરી છે. ટેકનોડના રિપોર્ટ મુજબ, ગયા અઠવાડિયામાં માત્ર બે દિવસમાં ચાઇના એપ સ્ટોર માંથી 3,000 થી વધુ ગેમ્સ દૂર કરવામાં આવી છે.

નવા નિયમોમાં ગેમ ડેવલપરોએ ચીનના એપલ એપ સ્ટોરમાં તેમની એપ્લિકેશનો અપલોડ કરતા પહેલા ચાઇનીઝ નિયમનકારોની મંજૂરી લેવાનો આદેશ આપે છે.

એપલના માર્કેટિંગ મેનેજર ટોડ કુહન્સએ કહ્યું, "1 જુલાઈથી ચીનની સરકારના નવા નિયમની સાથે, અમે દરરોજ ઘણા સ્ટોર્સમાંથી ગેમ એપ્લિકેશસને દૂર કરી રહ્યા છીએ."

દુર્ભાગ્યે, ચીનનાં એક વર્ષમાં ફક્ત 1,500 જેટલા ગેમ્સ લાઇસન્સને મંજૂરી આપે છે અને પ્રક્રિયાને છથી 12 મહિનાનો સમય લાગે છે, જે સ્ટોર પર એપ્લિકેશન અપલોડ કરવામાં ઘણો સમય લે છે. અમે અમારા સ્ટોર્સમાંથી 1 જુલાઈએ 1,571 ગેમ્સ, 2 જુલાઈએ 1,805 અને 3 જુલાઇએ 1,276 ગેમ એપ્લિકેશસનને દૂર કરી છે.

એવો અંદાજ છે કે કુલ 20,000 થી વધુ એપ્લિકેશન્સ ચીનના નવા પ્રતિબંધોથી પ્રભાવિત થઈ શકે છે. સેન્સર ટાવરના ડેટા અનુસાર, ચીન એપલનું સૌથી મોટું એપ સ્ટોર માર્કેટ છે.

જેનું વેચાણ દર વર્ષે 16.4 અબજ છે. અમેરિકામાં 15.4 અબજ ડોલર છે. હાલમાં એપલ ચીનમાં આશરે 60,000 ગેમ્સ હોસ્ટ કરે છે, આ બધી એપ્લિકેશનોને ડાઉનલોડ કરવા માટે વપરાશકર્તાઓએ તેને ખરીદવી પડે છે.

Tags :