For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાકિસ્તાનમાં અઘોષિત 'માર્શલ-લો' ઇમરાન, બુશરા બીબી દેશ છોડી નહીં શકે

Updated: May 26th, 2023

Article Content Image

- કેટલાયે પ્રાંતોમાં આર્ટિકલ 245 લાગુ કરાયો તે નીચે દેશમાં રક્ષણ માટે સેના તૈનાત રખાઈ છે

નવીદિલ્હી : પાકિસ્તાનનાં પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન ઉપર સરકારનો સકંજો મજબૂત થઈ રહ્યો છે. તેઓને અને તેઓનાં પત્ની બુશરા બીબીને દેશ છોડવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. તેઓ સાથે તેમની પાર્ટી પાકિસ્તાન-તહેરિક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ના ૮૦ સભ્યોને નો-ફલાઇટ-લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત પાકિસ્તાનના પંજાબ, ખૈબર-પખ્તુનવા, બલુચિસ્તાન અને ઇસ્માલાબાદમાં સંવિધાનની કલમ ૨૪૫ લાગુ કરાઈ છે. જેની નીચે દેશનાં સંરક્ષણ માટે સેનાને તૈનાત કરાઈ છે.

આ સામે ઇમરાનખાને સુપ્રીમ કોર્ટમાં યાચિકા પણ રજૂ કરી છે. તે યાચિકામાં કહેવામાં આવ્યું છે કે, સેના-એક્ટ ૧૯૫૨ નીચે નાગરિકોની ધરપકડ, તપાસ અને કેસો કરતા તે અસંવૈધાનિક તથા ગેરકાયદે છે. પીટીઆઈના સભ્યોને પાર્ટી છોડવા માટે દબાણ કરવું તે પણ આર્ટિકલ ૧૭ નીચે ગેરકાયદે છે.

આ ઉપરાંત તેઓએ મે ૯ના દિવસે થયેલા હિંસાચાર અંગે તપાસ કરવા એક કમિશન રચવાની પણ માગણી કરી છે.

Gujarat