World

અમેરિકામાં લેન્ડિંગ દરમિયાન બેકાબૂ વિમાનની અન્ય વિમાન સાથે ટક્કર બાદ ભીષણ આગ, મુસાફરોએ માંડ માંડ બચાવ્યો જીવ

By GS TEAM
12 Aug 20252 mins read
TukuTouch Logo
અમેરિકામાં મોન્ટાનાના કાલિસ્પેલ શહેરમાં ચોંકાવનારી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. કાલિસ્પેલ સિટી એરપોર્ટ પર સિંગલ-એન્જિન સોકાટા ટીબીએમ 700 ટર્બોપ્રોપ વિમાન લેન્ડિંગ દરમિયાન અન્ય વિમાન સાથે અથડાયું હતું. ટક્કર બાદ વિમાનમાં ભીષણ આગ લાગી ગઈ હતી. જો કે, ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઝડપથી આગ પર કાબુ મેળવ્યો હતો અને વિમાન સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં લેન્ડિંગ દરમિયાન બેકાબૂ વિમાનની અન્ય વિમાન સાથે ટક્કર બાદ ભીષણ આગ, મુસાફરોએ માંડ માંડ બચાવ્યો જીવ

Plane Crash In America: અમેરિકામાં મોન્ટાનાના કાલિસ્પેલ શહેરમાં ચોંકાવનારી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. કાલિસ્પેલ સિટી એરપોર્ટ પર સિંગલ-એન્જિન સોકાટા ટીબીએમ 700 ટર્બોપ્રોપ વિમાન લેન્ડિંગ દરમિયાન અન્ય વિમાન સાથે અથડાયું હતું. ટક્કર બાદ વિમાનમાં ભીષણ આગ લાગી ગઈ હતી. જો કે, ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઝડપથી આગ પર કાબુ મેળવ્યો હતો અને વિમાન સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. 

બે મુસાફરોને ઈજા પહોંચી 

કાલિસ્પેલ પોલીસ ચીફ જોર્ડન વેનાન્ઝિયો અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ના જણાવ્યાનુસાર, વિમાન દક્ષિણથી આવી રહ્યું હતું અને રનવે પર લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈને અન્ય વિમાન સાથે અથડાતાં જ આગ લાગી હતી. સદનસીબે વિમાનમાં સવાર પાઇલટ અને ત્રણ મુસાફરો કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા. બે મુસાફરોને નાની ઈજાઓ થઈ હતી, જેમની સારવાર એરપોર્ટ પર જ કરવામાં આવી હતી. 



આગના કારણે અફરાતફરી મચી 

અકસ્માત પછી કાલિસ્પેલ એરપોર્ટ પર અફરાતફરી મચી હતી, પરંતુ ફાયર બ્રિગેડે ઝડપથી આગ પર કાબુ મેળવ્યો. ઘણા વિમાનોને નુકસાન થયું હતું, જેની સંપૂર્ણ વિગતો હજુ સુધી જાણી શકાઈ નથી.

વિમાન દુર્ઘટનાનું કારણ જાણવા તપાસ શરૂ 

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન રેકોર્ડ્સ અનુસાર, સિંગલ-એન્જિન સોકાટા ટીબીએમ 700 ટર્બોપ્રોપ વિમાન 2011માં બનાવવામાં આવ્યું હતું અને તે વોશિંગ્ટનના પુલમેન સ્થિત કંપની મીટર સ્કાય લિમિટેડ લાયેબિલિટી કંપની (LLC)ની માલિકીનું છે. એફએએ અને અન્ય તપાસ એજન્સીઓએ અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દીધી છે.