Get The App

ગ્લોબલ વોર્મિંગના કારણે આગામી પાંચ વર્ષમાં રેકોર્ડ બ્રેક ગરમી પડશે, UNનો ચોંકાવનારો રિપોર્ટ

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
ગ્લોબલ વોર્મિંગના કારણે આગામી પાંચ વર્ષમાં રેકોર્ડ બ્રેક ગરમી પડશે, UNનો ચોંકાવનારો રિપોર્ટ 1 - image


UN Report on Global Warming: સંયુક્ત રાષ્ટ્રના WMO (World Meteorological Organization)એ પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં ચેતવણી આપી છે કે, આવનારા, પાંચ વર્ષોમાં વૈશ્વિક તાપમાનમાં કોઈ રાહતની આશા નથી. બુધવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, આ સમયગાળા દરમિયાન સરેરાશ વૈશ્વિક તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાવાની સંભાવના 70 ટકા છે, જે પેરિસ કરારના લક્ષ્યથી ઉપર છે. આ સાથે જ 80 ટકા સંભાવના છે કે, આગામી પાંચ વર્ષ (2025-2029)માં ઓછામાં ઓછા એક વર્ષ રેકોર્ડ બ્રેક ગરમી   નોંધાઈ શકે છે. આ રિપોર્ટ એવા સમયે સામે આવ્યો જ્યારે દુનિયા સતત બે વર્ષ (2023 અને 24) સૌથી વધુ ગરમીનો સામનો કરી ચૂકી છે. રિપોર્ટ અનુસાર, પ્રત્યેક વર્ષે ઐતિહાસિક ધોરણે 1.2°Cથી 1.9°C તાપમાન રહેવાની સંભાવના છે.   જે તેની 1850-1900ની સરેરાશ કરતાં વધુ ગરમ છે.

અત્યાર સુધી 10 વર્ષ   સૌથી ગરમ નોંધાયા

WMOના ડેપ્યુટી સેક્રેટરી-જનરલ કો બેરેટે કહ્યું હતું કે, ' અત્યારસુધીમાં 10 વર્ષમાં સૌથી વધુ રેકોર્ડ ગરમી પડી છે. દુર્ભાગ્ય રૂપે, આ રિપોર્ટમાં આવનારા વર્ષોમાં કોઈ રાહતનો સંકેત નથી. જેનો અર્થ છે કે, આપણી અર્થવ્યવસ્થા, આપણા દૈનિક જીવન, આપણી ઇકોસિસ્ટમ અને આખા ગ્રહ પર તેનો નકારાત્મક પ્રભાવ વધશે.'

આ પણ વાંચોઃ કોરોના વાઇરસનો વેરિએન્ટ બદલાતા શું વેક્સિન પણ બદલાઈ? જાણો યેલ યુનિવર્સિટીનું રિસર્ચ શું કહે છે

પેરિસ જળવાયુ કરારનું લક્ષ્ય જોખમમાં 

2015ના પેરિસ જળવાયુ કરાર હેઠળ વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે. પૂર્વ-ઔદ્યોગિક સ્તરની તુલનામાં 2 ડિગ્રી સેલ્યિયસથી નીચે અને જો સંભવ હોય તો 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત રહેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. આ તુલના 1850-1900ના સરેરાશ તાપમાન સાથે કરવામાં આવે છે, જ્યારે માણસોએ કોલસો, તેલ અને ગેસનું ઔદ્યોગિક રીતે ઉપયોગ શરૂ કર્યો હતો. પરંતુ, હવે વૈજ્ઞાનિકોનું માનવું છે કે, 1.5 ડિગ્રી સેલ્સિયસનો હેતુ 'લગભગ અસંભવ' થઈ ગયો છે કારણ કે, કાર્બન હાઇડ્રોક્સાઇડનું ઉત્સર્જન ઝડપથી વધી રહ્યું છે. 

2025-29માં તાપમાન 1.2 સે. થી 1.9 સે. વચ્ચે

WMO ની નવી આગાહીઓ બ્રિટનના હવામાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે વિશ્વભરના ઘણા હવામાન કેન્દ્રોના ડેટા પર આધારિત છે. રિપોર્ટ અનુસાર, 2025થી 2029 વચ્ચે દર વર્ષે સરેરાશ તાપમાન 1.2 થી 1.9 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. મયૂનોથ યુનિવર્સિટીના આબોહવા વિશ્લેષણ નિષ્ણાત પીટર થોર્ને કહ્યું કે, "આ અંદાજ મુજબ આપણે 2020ના અંત સુધીમાં અથવા 2030ની શરૂઆતમાં 1.5 ડિગ્રી સેલ્સિયસની લાંબા ગાળાની મર્યાદાને પાર કરીશું. આ સંભાવના બે થી ત્રણ વર્ષમાં 100 ટકા થઈ શકે છે." WMOનું એવું પણ કહેવું છે કે 2025 અને 2029ની વચ્ચે એક એવું વર્ષ આવશે જે અત્યાર સુધીના સૌથી ગરમ વર્ષ, 2024 કરતાં પણ વધુ ગરમ હશે. જેની 80 ટકા સંભાવના છે.

આ પણ વાંચોઃ ફ્રાન્સ સરકારે અસાધ્ય રોગથી પીડાતા લોકોને ઈચ્છામૃત્યુની પસંદગીનો અધિકાર આપ્યો પણ શરતો લાગુ...

લાંબાગાળાનું તાપમાન સરેરાશઃ 1.44 સે.

WMOના આબોહવા સેવાના ડિરેક્ટર ક્રિસ્ટોફર હ્યુએટે સમજાવ્યું કે લાંબા ગાળાના તાપમાનમાં વધારાનું મૂલ્યાંકન અનેક પદ્ધતિઓનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, જેમાં છેલ્લા 10 વર્ષના ડેટા અને આગામી દાયકા માટેની આગાહીઓનો સમાવેશ થાય છે. આ મુજબ, 2015-2034 દરમિયાન 20 વર્ષનો સરેરાશ વધારો 1.44 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.

2 ડિગ્રી સુધી પહોંચવાની ચેતવણી 

તાપમાન 2 ડિગ્રીસ સુધી વધવાની સંભાવના હાલ માત્ર એક ટકા છે, પરંતુ પહેલી વાર આગાહીઓ દર્શાવે છે કે આગામી પાંચ વર્ષમાં ઓછામાં ઓછા એક વર્ષમાં તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસથી વધુનો વધારો થશે. આ ચોંકાવનારો રિપોર્ટ છે.

Tags :