યુદ્ધ વચ્ચે યુક્રેને ભારત સાથે દગો કર્યો! પાકિસ્તાનના સાથી જોડે ડ્રોન વેચવા કરી 'બિગ ડીલ'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Drone deal between Ukraine and Saudi Arabia: યુક્રેનનો રેકોર્ડ સાબિત કરે છે કે તે પોતાના હિત માટે કોઈપણ દેશની સુરક્ષાને દાંવ પર લગાવી શકે છે. એક સમયે ભારતની પીઠમાં છરો મારીને તેણે પાકિસ્તાનને ટેન્ક પૂરા પાડ્યા હતા. હવે આજે તે પાકિસ્તાનના 'આકા' સાઉદી અરેબિયા સાથે ડ્રોનની ખતરનાક ડીલ કરી રહ્યું છે.
યુક્રેનની પાકિસ્તાનના 'આકા' સાથે ડિફેન્સ ડીલ
યુક્રેનની વ્યૂહરચના હંમેશાથી 'પૈસા અને ફાયદો' રહી છે. યુક્રેનનો પાકિસ્તાન સાથે લાંબો સંબંધ છે. પાકિસ્તાનને સૌથી વધુ હથિયાર સપ્લાય કરનાર પાર્ટનર યુક્રેન જ છે અને તેનાથી આ દેશે લગભગ આશરે 411 મિલિયન ડોલરની કમાણી કરી છે. હવે આ જ દેશના પ્રમુખ ઝેલેન્સકી પશ્ચિમ એશિયામાં "સિક્યુરિટી ડોનર" ની શોધ કરી ચૂક્યા છે. તેમણે સાઉદી અરેબિયા સાથે ડ્રોન કરાર કર્યો છે, જે પહેલાથી જ પાકિસ્તાનનો આકા માનવામાં આવે છે. થોડા અઠવાડિયા પહેલા જ પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે ડિફેન્સ ડીલ થઈ છે, જેમાં યુક્રેન પણ તક જોઈને ઘૂસી આવ્યું છે.
ઝેલેન્સકીએ સાઉદી અરેબિયા સાથે 'પરસ્પર ફાયદાકારક' સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ એ જ યુક્રેન છે જેણે એક સમયે ભારતના કટ્ટર દુશ્મન પાકિસ્તાનને ટેન્ક અને મિસાઈલો સપ્લાય કરીને ભારતની સુરક્ષા માટે ખતરો બન્યું હતું. હવે જ્યારે યુક્રેન પોતે સંકટમાં છે ત્યારે તે પાકિસ્તાનના નજીકના સાથી ગણાતા દેશો સાથે હાથ મિલાવી રહ્યું છે.
યુક્રેનનો 'દગાબાજી' વાળો રેકોર્ડ
યુક્રેનનો 'દગાબાજી' વાળો ઈતિહાસ નવો નથી. 1990ના દાયકામાં જ્યારે ભારત પોતાની સરહદો સુરક્ષિત કરવામાં વ્યસ્ત હતું, ત્યારે યુક્રેને પાકિસ્તાનની સૈન્ય તાકાત વધારવા માટે હાથ મિલાવ્યો હતો. 1996માં યુક્રેને પાકિસ્તાન સાથે 650 મિલિયનની એક મોટી ડીલ કરી હતી, જેના હેઠળ તેણે પાકિસ્તાનને 320 T-80UD મુખ્ય યુદ્ધ ટેન્ક સપ્લાય કર્યા હતા. આ એ જ ટેન્કો છે જે હજુ પણ પાકિસ્તાની સેનાની સશસ્ત્ર રેજિમેન્ટની કરોડરજ્જુ માનવામાં આવે છે અને ભારતની પશ્ચિમી સરહદ પર તૈનાત છે.
યુક્રેનના માલિશેવ પ્લાન્ટે પાકિસ્તાનના 'અલ-ખાલિદ' ટેન્ક માટે 6TD-2 એન્જિન પણ સપ્લાય કર્યા હતા. તે સમયે રશિયાએ આ ડીલનો વિરોધ કર્યો હતો કારણ કે ટેન્કના ઘણા ભાગો રશિયન હતા, પરંતુ યુક્રેને ભારતની ચિંતાઓને અવગણી હતી.
માત્ર એટલું જ નહીં યુક્રેને 2022-23માં તો પાકિસ્તાનને આર્થિક રીતે મજબૂત બનાવવાનું કામ પણ કર્યું હતું, જ્યારે સીક્રેટ રીતે તેણે પાકિસ્તાન પાસેથી 3000 કરોડના હથિયાર ખરીદ્યા હતા. પાકિસ્તાને યુક્રેનને 122mm અને 155mm આર્ટિલરી શેલ્સ, રોકેટ અને નાના હથિયારો સપ્લાય કર્યા હતા.
યુદ્ધ વચ્ચે યુક્રેને ભારત સાથે દગો કર્યો
યુક્રેન અનેક વખત આતંકવાદને પ્રોત્સાહન આપનાર દેશ પાકિસ્તાનની પડખે ઊભુ રહ્યું છે, પરંતુ ભારત એ પ્રથમ દેશ છે, જેણે USSRથી અલગ થયા બાદ યુક્રેનને માન્યતા આપી હતી. બંને દેશો એક સમયે ટ્રેડ પાર્ટનર હતા, પરંતુ જ્યારે ભારત ન્યુક્લિયર હથિયારથી લેસ દેશ બન્યો તો યુક્રેન ભારતને સાથ આપવાની હિંમત ન દેખાડી શક્યું. પરંતુ ન્યુક્લિયર ટેસ્ટના વિરોધ વાળી સાઈડ પર ઉભું રહ્યું.
હવે સાઉદી અરેબિયા સાથે નવો ખેલ
સાઉદી અરેબિયા જે પાકિસ્તાનનો સૌથી મોટો મદદગાર રહ્યો છે, હવે તે યુક્રેન માટે નવું 'હથિયાર બજાર' બની ગયું છે. ઝેલેન્સકીએ રિયાધમાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) સાથે એક ડિફેન્સ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે.
આ પણ વાંચો: યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર: હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે 2 ભારતીય ઓઈલ ટેન્કર : રિપોર્ટ
યુક્રેને સાઉદીના આકાશને ઈરાની ડ્રોનથી બચાવવા માટે 201 એન્ટી-ડ્રોન નિષ્ણાતો તહેનાત કર્યા છે. યુક્રેન પોતાની ઈન્ટરસેપ્ટર ડ્રોન ટેકનોલોજી સાઉદીને આપી રહ્યું છે, જેથી તે પોતાના તેલના ખજાનાની રક્ષા કરી શકે.
એક તરફ, યુક્રેન ભારત પાસેથી મદદ માંગી રહ્યું છે, તો બીજી તરફ તે એવા દેશો સાથે સૈન્ય ગઠબંધન કરી રહ્યું છે જે ભારત-પાકિસ્તાનના સમીકરણમાં પાકિસ્તાન તરફ ઝુકાવ ધરાવે છે.








