Get The App

યુક્રેન યુદ્ધ તો શમી જવા સંભવ : તાઈવાન થિયેટર બનશે : 2026માં મુખ્ય પાંચ સંઘર્ષો પર દુનિયાની નજર

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
યુક્રેન યુદ્ધ તો શમી જવા સંભવ : તાઈવાન થિયેટર બનશે : 2026માં મુખ્ય પાંચ સંઘર્ષો પર દુનિયાની નજર 1 - image

- ફોર્બસ આંકલન કાર સંસ્થાનો ચોંકાવનારો અહેવાલ

- આ સંસ્થાએ રશિયા-યુક્રેન, ભારત-પાક. સંઘર્ષ, હમાસ-ઇઝરાયેલ ઉપરાંત યુ.એસ. વેનેઝુએલા અને આફ્રિકામાં સુદાનથી શરૂ કરી બુર્કીનાફાસોને આવરી લીધાં છે

ન્યૂયોર્ક : વૈશ્વિક આંકલન સંસ્થા ફોર્બસ ઇન્ડોર્નેટે ૨૦૨૬ મોટો એક અતિ ગંભીર અને ચોંકાવનારો અહેવાલ તૈયાર કર્યો છે. આ અહેવાલ તૈયાર કરવામાં તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ તેવા સંરક્ષણ રાજકારણ અને અર્થતંત્રના નિષ્ણાતોની સહાય લીધી છે. ઉપરાંત એ સંસ્થા પાસે જ તે ક્ષેત્રોના નિષ્ણાતો હોય છે.

આ સંસ્થાએ અત્યારે તાઈવાન આસપાસ સામ્યવાદી ચાયનાએ ગોઠવેલાં યુદ્ધજહાજો અને તેની જળસીમાને સ્પર્શીને ઊડતાં ચીનનાં યુદ્ધ વિમાનો આક્રમણ માટે અને કરેલી તૈયારીઓ અને તે સામે તાઈવાને કરેલી સંરક્ષણ તૈયારીઓનો બરોબર અભ્યાસ કરી સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ચીન ગમે ત્યારે તાઈવાન ઉપર હુમલો કરી શકે તેમ છે. અમેરિકા પાસે પણ તેની પૂરી માહિતી છે જ. તેથી તો તેણે તાઈવાનને અત્યંત આધુનિક શસ્ત્રોથી સજ્જ કરી દીધું છે. તેણે પોતે પણ તે સુપરપાવર નંબર ટૂની સામે ટક્કર થાય તો તે માટે તૈયારી રાખી જ છે.

ઇઝરાયલ હમાસ શાંતિ માત્ર કાગળ પર જ છે. વાસ્તવમાં વારંવાર છમકલાં થતાં જ રહે છે. અમેરિકાએ ભૂમધ્ય સમુદ્ર પરનાં તે ફૂટ બોર્ડ (ગાઝામા) પર કબ્જો જમાવવો જ છે.

ભારત પાકિસ્તાન સંઘર્ષ અંગે તે અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનની આંતરિક અશાંતિ અને મુશ્કેલીઓથી તંગ આવીને શહબાઝ સરકાર લોકોનું ધ્યાન બીજે દોરવા ભારત સાથે કોઈપણ બહાને યુદ્ધ છેડી દેવાની મૂર્ખાઈ કરે તે સીધું જ આકલન છે.

વેનેઝૂએલા અમેરિકા સંઘર્ષ માટે વાત તેમ છે કે ટ્રમ્પ વેનેઝૂએલાના પ્રમુખ નિકોલસ માદુરોની સરકારને ડ્રગ્સ તસ્કરીની એક ટોળકી સમાન જ ગણે છે. તેણે તો વેનેઝૂએલાની જળ સીમાથી માત્ર થોડે જ દૂર પોતાનાં યુદ્ધ જહાજો ગોઠવી દીધી છે જે યુદ્ધ જહાજો પૈકીની ડીસ્ટ્રોઅર્સ ઉપર એસ.એસ.-૨ એસએસએમ ૩-એસ તથા ટોમ હોક ખતરનાક મિસાઇલ્સ ગોઠવી દીધાં છે.

વેનેઝૂએલાના પ્રમુખ નિકોલસ માદુરો તો સ્પષ્ટ કહે છે કે ટ્રમ્પની તેમ ડ્રગ-તસ્કરી રોકવાને બદલે વેનેઝૂએલામાં શાસન પરિવર્તનની છે.

ચીન-તાઈવાન : કેટલાયે એક્ષ્પર્ટસ માને છે કે ૨૦૨૬માં ચીન-તાઈવાન વચ્ચે યુદ્ધ થવાની પૂરી શક્યતા છે. માઓત્સેતુંગ તાઈવાન લઇ શક્યા ન હતા, પરંતુ શી-જિનપિંગ તેની ઉપર કબ્જો જમાવી પોતાને માઓત્સે તુંગથી પણ મહાન દેખાડી પોતાનું શાસન ચીન ઉપર પોતાનાં જીવન પર્યંત સ્થાપવા માગે છે. વળી આ વિશ્વનો સુપર-પાવર નંબર-૧, નંબર-વન તેવાં અમેરિકાને પણ પડકાર આપવા માગે છે. અમેરિકા તે ચલાવી શકે તેમ નથી, કારણ કે તેથી તેના સ્વીમીંગ પુલ સમાન પેસિફિકમાં પ્રવેશવાનો ચીનનો માર્ગ મોકળો થઇ જાય. કદાચ આ કારણસર જ કોઈ પણ ભોગે તે તાઈવાનને બચાવશે. બીજી તરફ તે માટે જ રશિયા યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપવા માગે છે. જેથી તે ફાર-ઇસ્ટમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે.

આ અહેવાલમાં આફ્રિકાના દેશોમાં ચાલી રહેલી ઉથલ પાથલનો ઉલ્લેખ કરતાં જણાવાયું છે કે અલ કાયદા અને આઈએસઆઈએસ જેમાં સુદાનથી શરૂ કરી નાઈજીરિયા એન બુર્કીના ફાસો તેમજ પૂર્વે યુગાન્ડા પર કબ્જો જમાવવા માગે છે. તેઓની તે સમગ્ર પટ્ટામાં કેટલાંક સ્થળોએ રહેલી. સોનાની ખાણો ઉપર પણ નજર છે.

તે જે હોય તે અત્યારે તો ઇઝરાયલ હમાસ ભારત-પાક અને સૌથી વધુ તો ચીન-તાઈવાન સંઘર્ષની ભીતિ તોળાઈ રહી છે. તેમ પણ ફોર્બસનો અહેવાલ જણાવે છે. 

નિરિક્ષકો કહે છે કે તે પ્રત્યે ઉપેક્ષા કરવી પોસાય તેમ નથી. ચીન-તાઈવાન સંઘર્ષ ત્રીજા વિશ્વયુદ્ધ સુધી લઇ જઈ શકે તેમ છે.