Get The App

૪૦૦૦ કિમી ઘૂસીને યુક્રેનનો હુમલો, હવે રશિયા પણ આપશે જવાબ

ડ્રોન હજારો મીલો દૂર હવાઇ અડ્ડાઓ પર રિમોટલી લોંચ કરવામાં આવ્યા હતા

કુલ ૧૨૦ જેટલા બોમ્બર્સમાંથી ૪૦નો નાશ થવોએ ખૂબ મોટો હુમલો

Updated: Jun 22nd, 1925

GS TEAM


Google News
Google News
૪૦૦૦ કિમી ઘૂસીને યુક્રેનનો હુમલો, હવે રશિયા પણ આપશે જવાબ 1 - image


કિવ,૨ જુન,૨૦૨૫,સોમવાર

યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા ૪૦ મહિનાથી અવિરત યુધ્ધ ચાલી રહયું છે પરંતુ તાજેતરમાં યુક્રેને રશિયા પર કરેલા સૌથી ખતરનાક ડ્રોન હુમલાની ચોતરફ ચર્ચા થવા લાગી છે. યુક્રેની સૈન્ય જાસુસી એજન્સી એસબીયુએ મીડિયાને જાણકારી આપીને આ અભિયાનને સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવી છે. યુક્રેની ટીવીના જણાવ્યા અનુસાર સમગ્ર દુનિયામાં આવું જાસુસી ઓપરેશન કયારેય થયું નથી.  આ ઓપરેશનની છેલ્લા ૧૮ મહિનાથી તૈયારી ચાલતી હતી. જેમાં નાના નાના ડ્રોેન રશિયામાં સ્મગલિંગ મારફતે પહોંચાડવામાં આવ્યા  હતા.

 એક માલવાહક ટ્રકોમાં ખાસ ક્મ્પાર્ટમેન્ટમાં રાખવામાં આવ્યો હતો. હજારો મીલો દૂર હવાઇ અડ્ડાઓ પર રિમોટલી લોંચ કરવામાં આવ્યા હતા.યુક્રેની એજન્ટોએ વિસ્ફોટકોથી લેસ ડ્રોનની લાકડીના શેડની છતોની અંદર છુપાવવામાં આવ્યા હતા. યુક્રેને સમગ્ર અભિયાનને ઓપરેશન સ્પાઇડર વેબ નામ આપ્યું હતું.  આમ તો રશિયા અને યુક્રેન અમેરિકાની સમક્ષ શાંતિ મંત્રણાનું નાટક કરે છે પરંતુ અંદરથી યુધ્ધ કરતા રહે છે એવું ચિત્ર ઉપસી રહયું છે. 

૪૦૦૦ કિમી ઘૂસીને યુક્રેનનો હુમલો, હવે રશિયા પણ આપશે જવાબ 2 - image

તાજેતરમાં યુક્રેને ૪૦૦ જેટલા ડ્રોન્સની મદદથી રશિયાની વાયુસેના પર હુમલો કરીને ૪૦ થી વધુ યુધ્ધ વિમાનોનો નાશ કર્યો છે. જેમાં ટીયુ ૯૫, ટીયુ ૨૨ અને એ ૫૦  રડાર ડિટેકશન અને કમાંડ વિમાન સામેલ છે. કુલ ૧૨૦ જેટલા બોમ્બર્સમાંથી  ૪૦નો નાશ થવોએ ખૂબ મોટો હુમલો છે. રશિયાના કુલ  ૫ જેટલા એરબેઝને ભારે નુકસાન થયું છે. આ હુમલામાં રશિયાને ૭ અબજ ડોલરનું નુકસાન થયું હોવાનો યુક્રેને દાવો કર્યો છે.

રશિયાએ કુલ પાંચ પ્રાંતોમાં યુક્રેની હુમલા થયા હોવાની પુષ્ટી કરી છે જેને આતંકી હરકત ગણી છે.  રશિયાએ યુક્રેનના હુમલાનો જવાબ આપવાની વાત કરી છે. તુર્કીયેની રાજધાની ઇસ્તાંબુલમાં શાંતિ વાર્તા માટે બંને પક્ષ મળ્યા પરંતુ વાતચિત લાંબી ચાલી ન હતી .રવીવારે યુક્રેને રશિયાના હવાઇ સ્થળો પર હુમલો કરતા પરિસ્થિતિ વણસી છે. રશિયા યુક્રેનના મોટા શહેરોને ટાર્ગેટ બનાવી શકે છે. રશિયા જવાબી કાર્યવાહી કરશે તો યુદ્ધ વકરવાની શકયતા છે.આથી ગ્લોબલ એનર્જી ક્રાઇસિસ વધી શકે છે. રશિયા ખૂબ મોટું ગેસ અને તેલ ઉત્પાદક દેશ છે. 

Tags :