Get The App

બ્રિટનમાં અનોખા લગ્ન, હનીમૂન માટે કપલે QR કોડ લગાવી પૈસા એકઠાં કર્યા

Updated: Sep 22nd, 2025

GS TEAM

Google News
Google News
બ્રિટનમાં અનોખા લગ્ન, હનીમૂન માટે કપલે QR કોડ લગાવી પૈસા એકઠાં કર્યા 1 - image


Unique Weddings In Britain: લગ્નને યાદગાર બનાવવા માટે લોકો હંમેશા કંઈક અનોખુ કરવાનો પ્રયાસ કરે છે. ક્યાંક દુલ્હનની એન્ટ્રીને ખાસ બનાવવામાં આવે છે, તો ક્યાંક ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ તમામનો હેતુ માત્ર એટલો જ હોય છે કે, આ ક્ષણ યાદગાર બને અને મહેમાનો તેને ક્યારેય ભૂલી ન શકે.

 ગિફ્ટસના બદલે મહેમાનો પાસેથી હનીમૂન ફંડ એકત્ર કર્યું

હવે બ્રિટનના એક કપલે પોતાના લગ્નને જે અંદાજમાં ખાસ બનાવ્યા, તેણે બધાનું ધ્યાન ખેંચ્યુ છે. અહીં ગિફ્ટસના બદલે મહેમાનો પાસેથી સીધુ હનીમૂન ફંડ એકત્ર કરવાનો આઈડિયા અપનાવવામાં આવ્યો. 

બ્રિટનના બકિંઘહામશાયરમાં રહેતા ક્રિસ માર્ટિન અને તાશા વ્હાઈટના તાજેતરમાં જ લગ્ન થયા. આ અવસર પર તેમણે 140 મહેમાનો વચ્ચે કાર્ડ મશીન અને QR કોડ લગાવ્યો, જેથી લોકો ગિફ્ટ્સના બદલે સીધા હનીમૂન ફંડમાં પૈસા નાખી શકે.

લગ્નના બીજા જ દિવસે બંને હનીમૂન પર મેક્સિકો રવાના થવાના હતા, પરંતુ તેના માટે તેમને પૈસાની જરૂર હતી. આ જ કારણ હતું કે, તેમણે પોતાના રિસેપ્શનમાં ગિફ્ટ્સના બદલે ટેપ-એન્ડ-પે ની વ્યવસ્થા કરી દીધી. 

આઈડિયા પાછળનું કારણ 

મર્સિડીઝમાં કામ કરતા ક્રિસ માર્ટિને આ આઈડિયા પાછળનું કારણ પણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, 'અમારી પાસે પહેલાથી જ ઘર છે અને જીવન જરૂરિયાતની દરેક વસ્તુ છે. કોઈને પાંચ ટોસ્ટર અને દસ કોફી મશીનની જરૂર નથી હોતી. અમને વાસ્તવમાં અમારા ડ્રીમ હનીમૂનને સાચુ બનાવવા માટે મદદની જરૂર હતી.' 

આ અવસર પર કાર્ડ મશીનો અને QR કોડ ઉપલબ્ધ કરનારી કંપની Lopayના ફાઉન્ડર રિચર્ડ કાર્ટરે પણ ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, આનાથી મહેમાનો માટે ગિફ્ટ આપવાની પ્રક્રિયા ઘણી સરળ બની છે. અને સાચુ કહીએ તો કેટલાક ગેસ્ટ તો સેલિબ્રેશનમાં વધુ ઉદાર બની ગયા હતા. 

અમારી ફ્લાઈટનો ખર્ચ ઉઠાવો

QR કોડ પાસે લાગેલા સાઈન બોર્ડ પર લખ્યું હતું કે, કંજૂસી ન કરો, અમારી ફ્લાઈટનો ખર્ચ ઉઠાવો. આ આઈડિયા સાંભળવામાં ભલે ઠોડો અજીબ લાગે પરંતુ મહેમાનોને તે ખૂબ પસંદ આવ્યો. એક મહેમાને ટિપ્પણી કરી કે આજકાલ લગ્નોમાં ગિફ્ટ્સને બદલે પૈસા આપવાનું સામાન્ય છે. આ આઈડિયા કેશ અથવા બેંક ટ્રાન્સફર કરતાં ઘણી સરળ અને વધુ મજેદાર હતો. 

ક્રિસે જણાવ્યું કે, આજકાલ લોકો કેશ ખૂબ ઓછા રાખે છે, આવી સ્થિતિમાં મહેમાનો માટે આ સરળ અને મજેદાર ઓપ્શન હતો. તેણે જણાવ્યું કે, જેમ-જેમ શરાબના પેગ વધતા ગયા તેમ-તેમ લોકો ઉદાર થતા ગયા. 

 કપલ હનીમૂન માટે મેક્સિકો રવાના ગયું

લગ્નના બીજા જ દિવસે કપલ હનીમૂન માટે મેક્સિકો રવાના થઈ ગયા. કપલે કહ્યું કે, આ અનોખા અંદાજથી અમારી ખુશીમાં મહેમાનોની ખુશી પણ સામેલ થઈ ગઈ.  હનીમૂનનો ખર્ચ પણ નીકળી આવ્યો અને એક યાદગાર ક્ષણ પણ બની ગઈ. હવે, એવું લાગે છે કે લગ્નનો આ આઈડિયા વિશ્વભરમાં વાઈરલ થઈ શકે છે.

Tags :