World

આ દેશમાં બુરખા બાદ અઝાન પર પ્રતિબંધની તૈયારી! મંત્રીએ કહ્યું- અહીં ઈસ્લામાબાદ નહીં બનવા દઈએ

By GS TEAM
26 Jun 20262 mins read
TukuTouch Logo
ડેનમાર્કમાં સાર્વજનિક સ્થળોએ હિજાબ-બુરખા પર પ્રતિબંધ બાદ હવે દેશવ્યાપી અઝાન પર પ્રતિબંધની યોજના પર કામ શરૂ થયું છે. ઇમિગ્રેશન મંત્રી મોર્ટેન બોડસ્કોવે જણાવ્યું કે, દેશના કેટલાક ભાગો ઇસ્લામાબાદના ઉપનગર જેવા બની ગયા છે, જ્યાં અઝાનને કોઈ સ્થાન નથી. ડેનમાર્ક, જેની 5% વસ્તી મુસ્લિમ છે, ત્યાં શૈક્ષણિક સંસ્થાઓમાંથી પ્રાર્થના રૂમ પણ હટાવાયા છે. 2020 અને 2025માં પણ આ પ્રયાસ થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

આ દેશમાં બુરખા બાદ અઝાન પર પ્રતિબંધની તૈયારી! મંત્રીએ કહ્યું- અહીં ઈસ્લામાબાદ નહીં બનવા દઈએ

Denmark Nationwide Ban on Azaan 2026: યુરોપિયન દેશ ડેનમાર્કમાં સાર્વજનિક સ્થળો પર હિજાબ અને બુરખા પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે ઇસ્લામિક ધાર્મિક પ્રાર્થના અઝાન પર દેશવ્યાપી પ્રતિબંધ લગાવવાની યોજના પર ફરીથી કામ શરૂ કરવામાં આવ્યું છે. ડેનમાર્કમાં વધી રહેલી ઇસ્લામાઇઝેશનની ચિંતાઓ વચ્ચે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. ડેનમાર્કના કડક વલણ ધરાવતા ઇમિગ્રેશન મંત્રી મોર્ટેન બોડસ્કોવે આ યોજનાની જાહેરાત કરતા ખૂબ જ આકરા શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે દેશના કેટલાક ભાગો એવા થઈ ગયા છે જાણે તે ઇસ્લામાબાદનું કોઈ ઉપનગર હોય.

જાહેરમાં અઝાનનો વિરોધ અને મંત્રીનું નિવેદન
સોશિયલ ડેમોક્રેટ્સ પાર્ટીના નેતા મોર્ટેન બોડસ્કોવે ડેનિશજણાવ્યું કે, ડેનમાર્કમાં વધતું ઇસ્લામાઇઝેશન સાર્વજનિક સ્થળો પર વધુ પડતી જગ્યા રોકી રહ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "અઝાનનો અવાજ ડેનમાર્કના ધાબા પરથી સંભળાવો જોઈએ નહીં. ડેનમાર્કમાં તેનું કોઈ સ્થાન નથી, અને જ્યારે તમે ડેનમાર્કમાં ચાલતા હોવ ત્યારે તમને કોઈ શંકા ન હોવી જોઈએ કે તમે ઇસ્લામાબાદના કોઈ સબર્બમાં આવી ગયા છો." ઉલ્લેખનીય છે કે ડેનમાર્કની કુલ વસ્તીમાં મુસ્લિમો આશરે 5 ટકા છે. જે ત્યાંની સૌથી મોટી લઘુમતી કોમ્યુનિટી છે. વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસનની આગેવાની હેઠળ ડેનમાર્ક હાલમાં યુરોપની સૌથી કડક ઇમિગ્રેશન પોલિસી ચલાવી રહ્યું છે.

શિક્ષણ સંસ્થાઓમાંથી પણ પ્રાર્થના રૂમ હટાવ્યા
આ પહેલા પણ ડેનમાર્કે સાર્વજનિક સ્થળોએ ઇસ્લામિક બુરખા અને ફેસ-વેઇલ પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો હતો. આ ઉપરાંત, સરકારે તમામ શૈક્ષણિક સંસ્થાઓને તેમના પરિસરમાંથી નમાઝ પઢવા માટેના પ્રાર્થના રૂમ હટાવવાનો પણ આદેશ આપ્યો છે. ડેનમાર્કમાં અઝાન પર પ્રતિબંધ મૂકવાનો આ પ્રયાસ નવો નથી. આ અગાઉ વર્ષ 2020 અને 2025 માં પણ અઝાન પર પ્રતિબંધ મૂકવાનો કાયદો લાવવાનો પ્રયત્ન કરાયો હતો, પરંતુ તે સમયે પ્રસ્તાવ સંસદ સુધી પહોંચી શક્યો ન હતો.

બંધારણીય પડકારો અને કાનૂની તપાસ
હાલમાં પણ કોપનહેગન જેવા શહેરોમાં કડક નોઇઝ રેગ્યુલેશનના કારણે મસ્જિદો લાઉડસ્પીકર પર અઝાન પઢી શકાતી નથી. જો કે, દેશવ્યાપી સ્તરે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાથી કાનૂની પડકારો આવી શકે છે, કારણ કે ડેનમાર્કનું બંધારણ ધાર્મિક સ્વતંત્રતા અને જાહેર પૂજાનો અધિકાર આપે છે. મંત્રી બોડસ્કોવે જણાવ્યું કે સરકાર પહેલા એ તપાસ કરશે કે ધાર્મિક સ્વતંત્રતાની બંધારણીય સુરક્ષાને નુકસાન પહોંચાડ્યા વિના આખા દેશમાં અઝાન પર કાયદેસર પ્રતિબંધ કેવી રીતે લગાવી શકાય. બીજી તરફ, ટીકાકારોનું કહેવું છે કે આ પ્રસ્તાવ માત્ર એક જ ધર્મને નિશાન બનાવે છે અને તે ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે.