Get The App

અમેરિકા બાદ હવે બ્રિટનનો પણ ઉઈગર મુસ્લિમ મામલે ચીન પર હુમલો, 'ડ્રેગન'નું રિએક્શન આવ્યું સામે

યાતના શિબિર સિવાય ઉઈગરોને પણ અન્ય સમૂહો જેટલા જ અધિકાર પ્રાપ્ત હોવાનો ચીની રાજદૂતનો દાવો

Updated: Jul 20th, 2020

GS TEAM

Google News
Google News
અમેરિકા બાદ હવે બ્રિટનનો પણ ઉઈગર મુસ્લિમ મામલે ચીન પર હુમલો, 'ડ્રેગન'નું રિએક્શન આવ્યું સામે 1 - image


લંડન, તા. 20 જુલાઈ 2020, સોમવાર

બ્રિટિશ વિદેશ મંત્રી ડોમિનિક રાબે ચીન ઉઈગર વસ્તી વિરૂદ્ધ માનવાધિકારોનું વ્યાપક હનન કરે છે તેવો આરોપ મુક્યો હતો. ડોમિનિક રાબે રવિવારે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું અને સાથે જ કહ્યું હતું કે, આ માટે જે જવાબદાર છે તેમના વિરૂદ્ધ પ્રતિબંધની મનાઈ નહીં થઈ શકે. રાબે જણાવ્યું કે, મુસ્લિમ સમૂહનું વ્યાપક ઉત્પીડન અને બળજબરીપૂર્વક નસબંધી વગેરે એવી વાતોની યાદ અપાવે છે જે લાંબા સમયથી નથી જોવા મળી. 

રાબના કહેવા પ્રમાણે આ મામલે ઉચિત કાર્યવાહી કરવા માટે બ્રિટન પોતાના સહયોગીઓ સાથે મળીને કામ કરશે. આ ઉપરાંત આજે તેઓ સંસદમાં આ મામલે બ્રિટનની પ્રતિક્રિયા અંગે એક નિવેદન પણ આપવાના છે. આ બધા વચ્ચે એવી અટકળો વહી રહી છે કે બ્રિટન પોતાની પૂર્વ વસાહત હોંગકોંગ સાથેની વર્તમાન પ્રત્યાર્પણ સંધિ રદ કરી દેશે. 

ડોમિનિક રાબના કહેવા પ્રમાણે તેઓ ચીન સાથે સકારાત્મક સંબંધો ઈચ્છે છે પરંતુ તેઓ આ પ્રકારનો વ્યવહાર નહીં જોઈ શકે. આ બધા વચ્ચે બ્રિટનમાં રહેલા ચીની રાજદૂત લિયૂ શિઓમિંગે 'યાતના શિબિરોની વાત અલગ છે. બાકી ઉઈગરોને પણ એ જ અધિકારો મળેલા છે જે દેશના અન્ય જાતિય સમૂહોને મળેલા છે.' તેમ જણાવ્યું હતું. 

Tags :