World

UAE માં બની રહી છે દુનિયાની સૌથી ઊંચી હોટેલ, બેડરૂમથી જ અડધું દુબઈ નિહાળી શકશો

By GS TEAM
18 Jul 20251 min read
TukuTouch Logo
દુબઈ દુનિયાની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા બાદ હવે દુનિયાની સૌથી ઊંચી હોટલ પણ ખોલવા જઈ રહ્યું છે. આ હોટલ એટલી શાનદાર અને ઊંચી હશે કે, અહીંના રૂમના બેડમાંથી જ અડધું દુબઈ દેખાશે. આ હોટલનું નામ છે Ciel Tower.

Summarized by AI; it may make mistakes. Check important info

UAE માં બની રહી છે દુનિયાની સૌથી ઊંચી હોટેલ, બેડરૂમથી જ અડધું દુબઈ નિહાળી શકશો

Image Credit: cieldubai.com



World Tallest Hotel: દુબઈ દુનિયાની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા બાદ હવે દુનિયાની સૌથી ઊંચી હોટલ પણ ખોલવા જઈ રહ્યું છે. આ હોટલ એટલી શાનદાર અને ઊંચી હશે કે, અહીંના રૂમના બેડમાંથી જ અડધું દુબઈ દેખાશે. આ હોટલનું નામ છે Ciel Tower. 

આ પણ વાંચોઃ હાથ પર ઈજા, પગમાં સોજો... ટ્રમ્પ એક બીમારીથી પીડાઈ રહ્યાની ચર્ચાએ જોર પકડ્યું

દુનિયાની સૌથી મોટી હોટલ

આ આલિશાન હોટલમાં 1004 રૂમ હશે, 147 લક્ઝરી સ્વીટ હશે. આ હોટલમાં Sky Lounge 81માં માળ પર, Sky Pool અને 76માં માળ પર અને મુખ્ય Tattu રેસ્ટોરન્ટ 74માં માળ પર હશે.  અહીં એક સ્કાઇ રેસ્ટોરન્ટ પણ હશે. આ સિવાય 12 માળના Atrium Sky Garden પણ બનાવવામાં આવશે.

આ પણ વાંચોઃ  પહલગામ હુમલાની જવાબદારી સ્વીકારનાર TRFને અમેરિકાએ આતંકી સંગઠનની યાદીમાં સામેલ કર્યું

શું છે ખાસિયત?

આ હોટલના રૂમનું ઈન્ટિરિયર ખૂબ જ શાનદાર હશે. જે મુજબ, ત્યાં રોકાવાનું એક રાતનું ભાડું પણ એટલું જ મોટું હશે. Ceil Towerના ગાર્ડનમાં નેચરલ વેન્ટિલેશન અને ગ્રીન લેન્ડસ્કેપ પણ હશે. હાલ, આ હોટલની માહિતી બહાર આવ્યા બાદ લોકો આ રેસ્ટોરન્ટના ફોટો, વીડિયો જોવા માટે પણ ઉત્સાહિત છે.