UAE માં બની રહી છે દુનિયાની સૌથી ઊંચી હોટેલ, બેડરૂમથી જ અડધું દુબઈ નિહાળી શકશો
Image Credit: cieldubai.com |
World Tallest Hotel: દુબઈ દુનિયાની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા બાદ હવે દુનિયાની સૌથી ઊંચી હોટલ પણ ખોલવા જઈ રહ્યું છે. આ હોટલ એટલી શાનદાર અને ઊંચી હશે કે, અહીંના રૂમના બેડમાંથી જ અડધું દુબઈ દેખાશે. આ હોટલનું નામ છે Ciel Tower.
આ પણ વાંચોઃ હાથ પર ઈજા, પગમાં સોજો... ટ્રમ્પ એક બીમારીથી પીડાઈ રહ્યાની ચર્ચાએ જોર પકડ્યું
દુનિયાની સૌથી મોટી હોટલ
આ આલિશાન હોટલમાં 1004 રૂમ હશે, 147 લક્ઝરી સ્વીટ હશે. આ હોટલમાં Sky Lounge 81માં માળ પર, Sky Pool અને 76માં માળ પર અને મુખ્ય Tattu રેસ્ટોરન્ટ 74માં માળ પર હશે. અહીં એક સ્કાઇ રેસ્ટોરન્ટ પણ હશે. આ સિવાય 12 માળના Atrium Sky Garden પણ બનાવવામાં આવશે.
આ પણ વાંચોઃ પહલગામ હુમલાની જવાબદારી સ્વીકારનાર TRFને અમેરિકાએ આતંકી સંગઠનની યાદીમાં સામેલ કર્યું
શું છે ખાસિયત?
આ હોટલના રૂમનું ઈન્ટિરિયર ખૂબ જ શાનદાર હશે. જે મુજબ, ત્યાં રોકાવાનું એક રાતનું ભાડું પણ એટલું જ મોટું હશે. Ceil Towerના ગાર્ડનમાં નેચરલ વેન્ટિલેશન અને ગ્રીન લેન્ડસ્કેપ પણ હશે. હાલ, આ હોટલની માહિતી બહાર આવ્યા બાદ લોકો આ રેસ્ટોરન્ટના ફોટો, વીડિયો જોવા માટે પણ ઉત્સાહિત છે.