Get The App

ગાજા યુધ્ધના બે વર્ષ પછી અમેરિકનોનું ઇઝરાયેલ માટે સમર્થન ઘટયું, સર્વેમાં બહાર આવી ચોંકાવનારી વિગતો

વયસ્કો કરતા ૧૮ થી ૨૯ ઉંમરના ૬૮ ટકા યુધ્ધ કાર્યવાહીની વિરુધમાં છે

સર્વેક્ષણમાં 34 ટકાએ ઇઝરાયેલ જયારે 35 ટકાએ પેલેસ્ટાઇનીઓને સમર્થન કર્યુ

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
ગાજા યુધ્ધના બે વર્ષ પછી અમેરિકનોનું ઇઝરાયેલ માટે  સમર્થન ઘટયું,  સર્વેમાં બહાર આવી ચોંકાવનારી વિગતો 1 - image


ન્યૂયોર્ક,૮ ઓકટોબર,૨૦૨૫,બુધવાર 

અમેરિકામાં હાલમાં થયેલા સર્વેક્ષણ પરથી જાણવા મળે છે કે ઇઝરાયેલ પર અમેરિકી નાગરિકોનું સમર્થન ઓછું થતું જાય  છે. આ સર્વેક્ષણમાં ૩૪ ટકા મતદારોએ ઇઝરાયેલ જયારે ૨૫ ટકાએ પેલેસ્ટાઇનીઓને સમર્થન કર્યુ હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગત સપ્ટેમ્બર મહિનામાં ન્યૂયોર્ક ટાઇમ્સ અને સિએના યુનિવર્સિટીએ અમેરિકી મતદાતાઓ માટે આ સર્વે કામગીરી કરી હતી. આ સર્વેક્ષણ ૧૯૯૮થી નિયમિત થાય છે જેમાં પ્રથમવાર લોકોએ ઇઝરાયેલ કરતા પેલેસ્ટાઇનીઓ માટે વધારે હમદર્દી બતાવી છે.

ડિસેમ્બર ૨૦૨૩માં ઇઝરાયેલ પર હમાસનો હુમલો ચાલુ હતો તે દરમિયાન થયેલા સર્વેક્ષણમાં ૪૭ ટકા લોકો ઇઝરાયેલને સમર્થન કરતા જેમાં હવે ઘટાડો થયો છે.  અમેરિકાના એક કટ્ટર સહયોગી માટે એક સમયે સર્વદલીય સમર્થન મળતું હતું પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. સર્વેક્ષણમાં પુછવામાં આવ્યું હતું કે ઇઝરાયેલને વધારાની આર્થિક અને સૈન્ય સહાયતા બાબતે શું માનો છો જેમાં ૬૫ વર્ષથી વધુ વયનાઓએ ૫૪ ટકા પરંતુ ૧૮ થી ૨૯ ઉંમરના ૬૮ ટકા લોકોએ વિરોધ કર્યો હતો માત્ર ૩ ટકા જ પક્ષમાં હતા. 

 ઇઝરાયેલ માટે અમેરિકન લોકોનો ઝોક થોડો ઘટયો છે

ગાજા યુધ્ધના બે વર્ષ પછી અમેરિકનોનું ઇઝરાયેલ માટે  સમર્થન ઘટયું,  સર્વેમાં બહાર આવી ચોંકાવનારી વિગતો 2 - image

જુલાઇમાં ગેલપ દ્વારા એક સર્વેક્ષણમાં પણ ગાજામાં ઇઝરાયેલી હુમલાઓ માટે અમેરિકી નાગરિકોનું ઓછું સમર્થન હોવાનું બહાર આવ્યું હતું. સર્વેક્ષણમાં પેલેસ્ટાઇનના પક્ષે ૬૦ ટતા જયારે ઇઝરાયેલ માટે ૩૨ ટકા લોકોનો ઝોક હતો. ગેલપના નવેમ્બર ૨૦૨૩ના સર્વેમાં ૫૦ ટકા જેટલા લોકોએ સૈન્ય કાર્યવાહીનું સમર્થન જયારે ૪૫ ટકાએ વિરોધ કર્યો હતો. છેલ્લા ૨ વર્ષમાં પરિસ્થિતિ બદલાઇ ગઇ છે.

મેરીલેન્ડ યુનિવર્સિટીના એક અન્ય સર્વેક્ષણમાં ૩૫ વર્ષ કે તેનાથી વધુ   ઉંમર ધરાવતા ૫૨ ટકા લોકોએ રિપબ્લીકને કહયું હતું કે પેલેસ્ટાઇનીની સરખામણીમાં ઇઝરાયેલીઓ માટે લોકો હજુ પણ વધારે સહાનુભૂતિ દર્શાવે છે. જો કે ઓછી ઉંમરના એટલે કે ૧૮ થી ૩૪ વર્ષના માત્ર ૨૪ ટકા રિપબ્લીકન જ ઇઝરાયેલના પક્ષમાં હતા. આમ સર્વેક્ષણોમાં વિરોધાભાસ ચોકકસ જોવા મળે છે તેમ છતાં ઇઝરાયેલ માટે અમેરિકન લોકોનો ઝોક થોડો ઘટયો છે એમાં કોઇ જ શંકા નથી. 

Tags :