બબ્બે ધરતીકંપો : 6.8નો ઉત્તર પેસિફિકમાં 6.7 અંકનો ઉત્તર જાપાનમાં : સુનામી એલર્ટ જારી

- છેલ્લાં કેટલાંયે સપ્તાહોથી પેસિફિકના રિંગ ઓફ ફામદ વિસ્તારના ચીલીથી આલાસ્કા અને પૂર્વ રશિયાથી ન્યૂઝીલેન્ડ વારંવાર ધૂ્રજ્યાં છે
નવી દિલ્હી : શુક્રવારે સવારે ઉત્તર પેસિફિક વિસ્તારમાં ૬.૮નો ધરતીકંપનો આંચકો આવ્યો હતો. તેમ નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ જણાવ્યું છે. ભારતીય સમય પ્રમાણે ૮ કલાક અને ૧૪ મિનિટે આ ધરતીકંપ થયો હતો. તેની ઊંડાઈ ૪૦ કિલોમીટર જેટલી હતી આ ધરતીકંપ મહાસાગરમાં ૪૦.૯૫ ઉત્તર અક્ષાંશ અને ૧૪૨.૯૫ પૂર્વ રેખાંશમાં નોંધાયો હતો. આ પૂર્વે ૯મી ડિસેમ્બરે આ વિસ્તારમાં ૬.૫ અંકનો ધરતીકંપ નોંધાયો હતો.
તે સર્વવિદિત છે કે પેસિફિક મહાસાગર ફરતી રીંગ ઓફ ફાયર ચીલીથી શરૂ થઇ પેરૂ મેલિડો પશ્ચિમ યુએસ. કેનેડા આલાસ્કા થઇ પૂર્વ રશિયા અને જાપાનથી દક્ષિણે જઇ છેક ઇન્ડોનેશિયા થઈ ન્યૂઝીલેન્ડ સુધી જાય છે. આ વિસ્તાર અને તેની આસપાસના પ્રદેશોમાં ધરતીકંપો વારંવાર થતા જ રહે છે. ત્યાં રીંગ ઓફ ફાયર એટલા માટે કહેવાય છે કે તે પટ્ટીમાં અનેક સ્થળોએ જ્વાળામુખીઓ આવેલા છે. દુનિયાના ૯૦ ટકા જેટલા ધરતીકંપો તો આ રીંગ ઓફ ફાયરમાં થાય છે જે પૈકી ૮૧ ટકા તો ભારે આંકના હોય છે. ૧૯૬૦માં ચીલીમાં ૯.૫નો ભયંકર ભૂકંપ થયો હતો. આ ભૂકંપ વાલ્ડીવિયા વિસ્તારમાં થયો હોવાથી તે વાલ્ડીવીયા ક્વેક તરીકે જાણીતો થયો હતો. (૧૯૬૦) તે પછી બીજો ભયંકર ભૂકંપ યેલાસ્કમાં ૧૯૬૯માં થયો હતો. જે. ૯.૨ અંકનો હતો. આ પેસિફિક રીંગ ઓફ ફાયર ૪૦,૦૦૦ કી.મી. લાંબી અને ૫૦૦ કી.મી. પહોળી છે જે સમગ્ર પેસિફિક મહાસાગરની ફરતે રહેલી છે. તેની ઉપર અનેક જ્વાળામુખીઓ હોવાથી રીંગ ઓફ ફાયર કહેવાય છે.
આટલું ઓછું હોય તેમ જાપાનના ઉત્તર પૂર્વના વિસ્તારમાં ૬.૭ અંકનો ધરતીકંપ આજે શુક્રવારે લાગ્યો હતો. આ સાથે જાપાન મીટીઓ રોબોજિકલ એજન્સી (જે.એમ.એ.) દ્વારા સુનામીની ચેતવણી પણ જાહેર કરી દીધી છે. તેમ સ્થાનિક મીડીયાએ જણાવ્યું હતું. આ ધરતીકંપ જાપાનના આઓમોરી પ્રીફેકચરના તટ ઉપર શુક્રવારે સવારે ૧૧.૪૪ કલાકે લાગ્યો હતો. તે માત્ર ૨૦ કી.મી. ઊંડાઈએ જ થયો હોવાથી સુનામીની ચેતવણી પણ અપાઈ હતી. આ કંપની અસર ઉત્તરના હોક્કાઇડો નિવાસીઓને અંદરના ઊંચાઈવાળા ભાગોમાં ચાલ્યા જવા તાકીદ કરી હતી. જો કે તેથી જાપાનનાં પરમાણુ સંયંત્રને નુકસાન પહોંચ્યું ન હતું.








