FOLLOW US

ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટીનો ભારતના છ રાજ્યોના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ

Updated: May 26th, 2023


- ગુજરાત, યુપી, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડનો સમાવેશ 

- સ્ટૂડન્ટ વિઝા લઈને વિદ્યાર્થીઓ નોકરી કરતા હોવાથી પ્રતિબંધ મૂકાયો : યુનિવર્સિટીએ વિઝા કૌભાંડ ગણાવ્યું

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટીએ વિઝા કૌભાંડ આચરાતું હોવાનો આરોપ લગાવીને ભારતના પાંચ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ કાશ્મીરના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સ્ટૂડન્ટ વિઝા મેળવીને નોકરીઓ કરતા હોવાનો આરોપ મૂક્યો હતો.

વિક્ટોરિયામાં આવેલી ફેડરલ યુનિવર્સિટી અને ન્યૂ સાઉથ વેલ્સમાં આવેલી વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીએ ભારતના છ રાજ્યોના વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. યુનિવર્સિટીએ અલગ અલગ નિવેદનમાં વિઝા કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. ઓસ્ટ્રેલિયન મીડિયાના અહેવાલો પ્રમાણે ગુજરાત, યુપી, પંજાબ, હરિયાણા અને ઉત્તરાખંડ - આ પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ આ બંને યુનિવર્સિટીઝમાં પ્રવેશ મેળવી શકશે નહીં. આ યુનિવર્સિટીએ આરોપ લગાવ્યો હતો કે સ્ટૂડન્ટ વિઝા લઈને ભારતીય વિદ્યાર્થીઓ નોકરીએ લાગી જાય છે.

યુનિવર્સિટીઓના અહેવાલ પ્રમાણે આ રાજ્યોમાંથી આવતી ચાર અરજીમાંથી એક નકલી હોય છે અથવા તો અયોગ્ય હોતી નથી. આ અરજીઓ માત્ર નોકરીના હેતુથી જ થાય છે. યુનિવર્સિટીએ સત્તાવાર રીતે એજ્યુકેશનલ એજન્ટ્સને આ અંગેની લેખિત જાણકારી આપીને આ રાજ્યોના સ્ટૂડન્ટ્સની અરજી અમાન્ય રાખવા કહેવાયું છે. યુનિવર્સિટીએ આ કૌભાંડને સુનિયોજિત ગણાવીને કહ્યું હતું કે શરૂઆતમાં આવી છૂટી છવાઈ ઘટનાઓ વખતે લાગતું હતું કે થોડા સમયમાં એ બંધ થઈ જશે, પરંતુ આ ટ્રેન્ડ બની ચૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ વિક્ટોરિયા યુનિવર્સિટી, એડિથ કોવેન યુનિવર્સિટી, ટોરેન્સ એન્ડ સાઉધર્ન ક્રોસ યુનિવર્સિટીએ ગુજરાત સહિતના કેટલાય રાજ્યોના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો.

Gujarat
IPL-2023
Magazines