લંડનમાં ભારતીય રેસ્ટોરાંમાં હુમલા બદલ બેની ધરપકડ

રેસ્ટોરાંમાં આગ લાગતા પાંચને ઇજા, બે ગંભીર
ડિનર સમયે જ અચાનક આગ લાગી, અનેક લોકોનો જીવ જોખમમાં મુકાયો હતો
લંડનની મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ભારતીય એરોમા રેસ્ટોરંટમાં સામે આવી હતી. આગ લાગવાને પગલે ત્રણ મહિલાઓ અને બે પુરુષો ઇજા પામ્યા હતા. આ પાંચેય લોકો અન્ય લોકોની સાથે રેસ્ટોરંટમાં ડિનર કરી રહ્યા હતા ત્યારે આગ લાગી હતી. જોકે આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું પણ અમે તપાસ કરી રહ્યા છીએ તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. લંડન એમ્બ્યુલંસ સર્વિસે જણાવ્યું હતું કે અમે તાત્કાલીક ઘટના સ્થળે એમ્બ્યુલંસ મોકલી હતી, કુલ પાંચ લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઇ જવાયા હતા જેમાંથી બે લોકોને મેજર ટ્રોમા સેન્ટરમાં અને ત્રણને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે શંકાના આધારે બેની ધરપકડ કરવામાં આવી છે. જોકે ખરેખર શું થયું હતું તેનેું ચોક્કસ કારણ તપાસ બાદ જ સામે આવશે.








