લંડન, તા. 7 ડિસેમ્બર 2020, સોમવાર
સામાન્ય રીતે એક કાચબાની સરેરાશ વય 80 થી 120 વર્ષ હોય છે.દુનિયાના મોટાભાગના કાચબા મહત્તમ 120 વર્ષ સુધી જીવતા હોય છે.કાચબાની નવી પ્રજાતિઓમાંથી કેટલાકની વય 10 થી 20 વર્ષની હોય છે.
જોકે એક કાચબાએ દુનિયાને ચોંકાવી દીધી છે.બ્રિટિશ સરકારના શાસન હેઠળના ટાપુ સેન્ટ હેલેના પર રહેતા કાચબા જોનાથનની વય 188 વર્ષ છે અને તે દુનિયાનો સૌથી લાંબુ જીવનાર કાચબા તરીકેનો રેકોર્ડ બનાવી ચુક્યો છે.તેનુ નામ ગિનિઝ બૂકમાં નોંધાઈ ચુક્યુ છે.
1882માં તેને સેન્ટ હેલેના લવાયો હતો ત્યારે તેની વય 0 વર્ષની હતી.તેની સાથે લવાયેલા બીજા ત્રણ કાચબાના મોત થઈ ચુક્યા છે પણ જોનાથન દુનિયામાં બનતી ઐતહાસિક ઘટનાઓના સાક્ષી તરીકે જીવી રહ્યો છે.સેન્ટ હેલેનાના ગર્વનર હાઉસમાં તેનુ ઘર છે અને તેની જોરદાર મહેમાનગતિ ત્યાં થાય છે.
આઈએફએસ અધિકારી પરવીન કાસાવાને આ કાચબાનો ફોટો ટ્વિટ કરીને કહ્યુ છે કે, આ કાચબો બંને વિશ્વયુધ્ધ અને પહેલા વિશ્વયુધ્ધ બાદ રશિયન ક્રાંતિ જોઈ ચુક્યુ છે, યુએસના 39 રાષ્ટ્રપતિને જોઈ ચુક્યો છે અને હવે કોરોનાના સમયગાળાનો પણ સાક્ષી બની ચુક્યો છે.
જોકે ભારતમાં કોલકાતાના ઝૂલોજિકલ ગાર્ડનમાં રહેતા કાચબા અદ્વૈત માટે કહેવાય છે કે તેનુ 2006માં મોત થયુ ત્યારે તે 255 વર્ષનો હતો.જોકે કાચબાનો કોઈ સત્તાવાર રેકોર્ડ નહીં હોવાથી સૌથી લાંબા સમય માટે જીવનારા કાચબાનુ સન્માન તેને મળ્યુ નહોતુ.


