Get The App

ટ્રમ્પને ડહાપણની દાઢ ફૂટી : અમેરિકા પ્રતિભાશાળીને આવકારવા આતૂર

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પને ડહાપણની દાઢ ફૂટી : અમેરિકા પ્રતિભાશાળીને આવકારવા આતૂર 1 - image


- અમેરિકન પ્રમુખનો વધુ એક 360 ડિગ્રી યુ-ટર્ન ચર્ચામાં 

- ટ્રમ્પે જ તાજેતરમાં એચ-વનબી વિઝા પરની ફીમાં જંગી વધારો કરીને સીધી એક લાખ ડોલર કરી નાખી છે

ન્યૂયોર્ક : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ગજબનાક યુ-ટર્ન માર્યો છે. તેમણે આશ્ચર્યજનક રીતે એચ-૧બી વિઝા કાર્યક્રમનો બચાવ કર્યો છે. તેમનું કહેવું છે કે તેના કારણે આખા વિશ્વની પ્રતિભા  અમેરિકામાં આવે છે. ટ્રમ્પના મોઢેથી આ વાત સાંભળીને આખા અમેરિકાએ જ નહીં સમગ્ર વિશ્વએ આશ્ચર્યની લાગણી અનુભવી છે. ગેરકાયદે વસાહતીઓ પાછળ પડી જનારા ટ્રમ્પ આવું બોલે તેવી કોઈને કલ્પના પણ ન હતી. 

તેમા પણ ટ્રમ્પે એચ-૧બી વિઝા પ જે રીતે બરોબરની ધડબડાટી બોલાવી છે તે જોતાં તો ત એમ જ લાગે કે ટ્રમ્પ એચ-વનબી વિઝાને જાણે કે ખતમ જ કરી નાખશે. તેમણે તેની ફી પણ એક લાખ ડોલર કરી નાખી છે, જેથી કંપનીઓ પોતે પણ તેને સ્પોન્સર કરતાં ખચકાય. આ ઉપરાંત તાજેતરમાં જ એચ-વનબી વિઝાના ૧૭૫ કેસમાં દૂરુપયોગની શંકાએ તપાસના આદેશ આપ્યા છે.  હવે આ જ ટ્રમ્પ તેની તરફેણ કરે તો જાણે સૂરજ પૂર્વના બદલે પશ્ચિમમાં ઉગતો હોય તેવું લાગે છે.  તેમણેે જણાવ્યું હતું કે કોઈપણ વિદેશી રોકાણકાર કે કોઈ દેસ ૧૦ અબજ ડોલરનું જંગી રોકાણ કરતો પ્લાન્ટ સ્થાપે તો આપણે કંઈ તેના માટે બેરોજગારીની લાઇનમાંથી ઊભેલા લોકોને રાતોરાતે  મિસાઇલ બનાવવાની ફેક્ટરીમાં શિફ્ટ ન કરી શકીએ. પાંચ વર્ષથી કશું જ કામ ન કરનારાઓ પાસે ફેક્ટરીમાં કઈ રીતે કામ કરી શકાય. 

તેની સાથે ટ્રમ્પે જણાવ્યું હતું કે આ વિઝાનો ઉપયોગ વિદેશથી પ્રતિભાને લાવવા માટે જ થવો જોઈએ, બીજા કશા માટે ન થવો જોઈએ. તેમણે ફોક્સ ન્યૂઝના ઇન્સ્ટાગ્રામ પર આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એચ-૧બી વિઝાનો મુદ્દો તેમના વહીવટીતંત્ર માટે ટોચની અગ્રતા નથી, જો કોઈ અમેરિકન કામદારોના વેતન વધારવા માંગતુ ન હોય તો તેના વિકલ્પ તરીકે વિદેશી કામદારો મોટી સંખ્યામાં ગોઠવી દે તો તે નહીં ચાલે.

તેમણે જણાવ્યું હતું કે અમેરિકામાં પ્રતભાશાળી કામદારોને લાવવાનો અર્થ કોઈ જો અમેરિકનોની નોકરી રિપ્લેસ કરવા માટે કરતો હોય તો હું કહીશ, સોરી, આ નહીં ચાલે. 

ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકન જોબ્સનું રક્ષણ કરવાના મારા પગલાંને ખોટી રીતે સમજવામાં આવી રહ્યુ છે. મારા આ પગલાંને લઈને જાણે અમે વિદેશીઓને આવકારવાના વિરુદ્ધમાં હોઈએ તેવી છાપ ઊભી કરવામાં આવી રહી છે જે સદંતર ખોટી છે. મારી ટોચની અગ્રતા અમેરિકન જોબ્સનું સૌપ્રથમ રક્ષણ કરવાની છે અને ગ્ની વૃદ્ધિને વેગ આપવાની છે. તેના માટે મેં એચ-વનબી વિઝાના થતાં દૂરુપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. વિદેશી પ્રતિભાને આવકારવા માટે સરકારે આપેલી કોઈપણ છૂટનો ઉપયોગ અમેરિકનોની નોકરી છીનવવા ન કરી શકાય. ઊંચા કૌશલ્યવાળી અને ઊંચા વેતનવાળી નોકરી અમેરિકનોને જ મળે તે અમારી ટોચની અગ્રતા છે તો તેમા ખોટું શું છે. 

ટ્રમ્પે ૩૦ સપ્ટેમ્બરથી એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન આપમેળે એક્સ્ટેન્ડ થતું હતું તે બંધ કરી દીધું હતું. જ્યારે અગાઉ બાઇડેન વખતે વર્ક પરમિટ પૂરી થાય તો પણ ઇમિગ્રન્ટ કાયદેસર રીતે અમેરિકામાં રહીને કામ કરી શકતો હતો અને પછી તે વર્ક પરમિટ રીન્યુ થઈ જતી હતી. હવે ૩૦ ઓક્ટોબર ૨૦૨૫થી માઇગ્રન્ટ કે વસાહતી કામદારોને ઓટોમેટિક એક્સ્ટેન્શન મળવાનું નથી. આના કારણે ગ્રીન કાર્ડ ધારક અને એચ-વનબી વિઝાધારકને વર્ક પરમિટ જરૂરી નહીં રહે. પરંતુ એચ-વનબી વિઝાધારકની પત્નીઓ અને એચ-૪ વિઝાધારક પર ચોક્કસ અસર થશે. નવા નિયમો આપમેળે વિઝા પ્રક્રિયા જારી કરતાં નથી, આ બધુ કામ મેન્યુઅલી કરવામાં આવશે. વહીવટીતંત્ર તેમા ઘણો સમય માંગી લ છે. રીન્યુઅલમાં ઘણો સમય લાગે છે. તેમા પણ મોટાભાગના એચ-1બીમાં ટેલેન્ટનું સ્વાગત, પણ તેનો ઉપયોગ કરી અમેરિકનોની નોકરી છીનવાય તેવું નહીં થવા દઉં

Tags :