રશિયા-યુક્રેન સીઝફાયર અંગે ટ્રમ્પનો ફરી યુ-ટર્ન, કહ્યું- પહેલા પુતિન-ઝેલેન્સ્કી વાતચીત કરે
Russia vs Ukrain war Updates : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસોમાં યુ-ટર્ન લેતા સીધા હસ્તક્ષેપથી પીછેહઠ કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે સંબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રમ્પ ઇચ્છે છે કે રશિયન રાષ્ટ્રપતિ અને ઝેલેન્સ્કી પહેલા અમેરિકાની મધ્યસ્થી વિના એકબીજા સાથે મુલાકાત કરે.
ટ્રમ્પે કહ્યું છે કે પુતિન અને ઝેલેન્સ્કીએ મુલાકાત કરવી જોઈએ
એક અહેવાલ અનુસાર વહીવટી અધિકારીઓ કહે છે કે ટ્રમ્પે શાંતિ મંત્રણાના આગામી તબક્કામાં સીધા ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. તેના બદલે, તેઓ ઇચ્છે છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી પહેલા અમેરિકાની મધ્યસ્થી વિના એકબીજાને મળે.
બેઠક થશે કે નહીં તે નક્કી નથી!
અમેરિકાના એક અધિકારીએ કહ્યું, 'ટ્રમ્પના મતે, યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવા માટેનું આગળનું પગલું વ્લાદિમીર પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે દ્વિપક્ષીય બેઠક પર નિર્ભર કરે છે. આ બેઠક ખરેખર થશે કે નહીં તે અનિશ્ચિત છે.'