Get The App

ટ્રમ્પનું યુરોપીયન યુનિયન સાથે ટ્રેડ ડીલ: 15 ટકા ટેરિફ પર સંમતિ બની

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પનું યુરોપીયન યુનિયન સાથે ટ્રેડ ડીલ: 15 ટકા ટેરિફ પર સંમતિ બની 1 - image


- એક અબજ લોકો અને કેટલાય અર્થતંત્રોને રાહત આપતો સોદો

- ઇયુ અમેરિકા પાસેથી 750 અબજ ડોલરની ઉર્જા ખરીદશે અને 600 અબજ ડોલરનું રોકાણ કરશે

નવી દિલ્હી : અમેરિકા અને યુરોપીયન યુનિયન (ઇયુ) મોટાભાગના  માલસામગ્રી પર ૧૫ ટકાના ટેરિફની અંદરના માળખામાં જ રહીને કામ કરવા સંમત થયા છે. બંને વચ્ચેના આ ટ્રેડ ડીલના કારણે વિશ્વના અર્થતંત્રોને લાગનારો આંચકો ટાળી શકાયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપીયન યુનિયન કમિશનના ચીફ ઉર્સુલા વોન ડેર લેયેને સ્કોટલેન્ડમાં ટ્રમ્પના ગોલ્ફકોર્સ ખાતેની મીટિંગમા આ નિર્ણય લીધો હતો. 

ટ્રમ્પે જણાવ્યું હતું કે આ ખૂબ જ રસપ્રદ વાટાઘાટ હતી. હું માનું છું કે કદાચ બંને અર્થતંત્રો માટે આ જબરદસ્ત બાબત છે. ટ્રમ્પનું કહેવું છે કે આ ટ્રેડ ડીલ બંને માટે ઘણું સારું છે. વોન ડેર લીયેને જણાવ્યું હતું કે આ ડીલના કારણે સ્થિરતા આવશે, એટલાન્ટિકની બંને બાજુના કારોબારો નિરાંતનો શ્વાસ લઈ શકશે. 

ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇયુ અમેરિકા પાસેથી ૭૫૦ અબજ ડોલરની ઊર્જા ખરીદવા તૈયાર થયું છે અને બીજા ૬૦૦ અબજ ડોલરનું રોકાણ કરવા સંમત થયું છે. આ ઉપરાંત તે મોટાપાયા પર અમેરિકા પાસેથી લશ્કરી સરંજામની ખરીદી પણ કરવાનું છે. તેમણે જણાવ્યું હતું કે ઓટોમોબાઇલથી લઈને દરેક માટે ટેરિફ હવે ૧૫ ટકાની અંદર જ હશે. આનો સીધો અર્થ એમ થાય કે અમેરિકન નિકાસકારો બધા યુરોપીયન દેશોનું બજાર ખૂલ્લું છે. 

ઉર્સુલા વોન ડોરે અમેરિકા પાસેથી ખરીદવામાં આવનારી ૭૫૦ અબજ ડોલરની ઉર્જા જરુરિયાતો અંગે જણાવ્યું હતું કે તે આગામી ત્રણ વર્ષમાં ખરીદવામાં આવનાર છે ટ્રમ્પનો સમયગાળો પણ આ જ સમય દરમિયાન પૂરો થાય છે. અમેરિકા પાસેથી ખરીદીના કારણે રશિયા પરના અવલંબનમાં ઘઠાડો થશે. ૧૫ ટકા ટેરિફમાં બધુ જ આવી ગયું છે અને કશું જ બાકી નથી. તેની બહાર કે ઉપર કશું જ નથી. 

યુરોપીયન યુનિયન અને અમેરિકા બંને એકબીજાના પારસ્પરિક લાભમાં કામ કરશે. આ કરારથી એક અબજથી વધુ લોકો એટલે ેકે યુરોપના ૭૦ કરોડ અને અમેરિકાના ૩૩ કરોડ લોકોને ફાયદો થશે. તેણે જણાવ્યું હતું કે બંને પક્ષે પારસ્પરિક લાભ માટે ભાર મૂકવામાં આવ્યો હતો. કોઈ એકબાજુ પલ્લુ વધુ પડતું નમી ન જાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. 

Tags :