ટ્રમ્પ પ્રમુખ બનતા જ પુત્રના વેન્ચર ફંડને એક અબજ ડોલરથી વધુનું રોકાણ
ભારત જ નહીં અમેરિકામાં પણ વંશવાદ ચાલે છે
ટ્રમ્પ ચૂંટાયા તે જ મહિનામાં તેમનો પુત્ર ડોનાલ્ડ જુનિયર ૧૭૮૯ કેપિટલમાં ભાગીદાર તરીકે દાખલ
આ ફંડને વાસ્તવમાં ન્યૂયોર્કના ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ઓમીદ મલિક અને ક્રિસ્ટોફર બસ્કિર્સ્કે લોન્ચ કર્યુ છે. ક્રિસ્ટોફર બસ્કિર્સ્ક એક સમયે એરિઝોનાના સંઘર્ષરત બિઝનેસમેન હતા. હવે તે ટેક બિલિયોનર પીટર થીયેલ અને વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સના ખાસ વિશ્વાસું છે. હવે ડોનાલ્ડ જુનિયરનો તેમા ભાગીદાર તરીકે સમાવેશ થતા ફંડને જબરદસ્ત રાજકીય તાકાત મળી છે.
ટ્રમ્પ ચૂંટાયા ન હતા ત્યાં સુધી ૧૭૮૯ કેપિટલ લો પ્રોફાઇલ હતી. હવે તેની દિવસરાત પ્રગતિ થઈ રહી છે. તેના તાજેતરના રોકાણોમાં તો ત્રણ તો ઇલોન મસ્કની કંપની સ્પેસેકેસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ એક્સએઆઈ અને બ્રેઇન ઇમ્પ્લાન્ટ કંપની ન્યુરાલિંકના છે.
૧૭૮૯ના તાજેતરના રોકાણોને અગાઉ જણાવવામાં આવ્યા ન હતા. તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની પરપ્લેક્સિટી એઆઈમાં તેના હિસ્સાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઇ-સિગારેટ ઉત્પાદક જુલ લેબ્સમાં પણ તેનું રોકાણ છે. આ ફંડે શ્રેણીબદ્ધ ઇમર્જિંગ એડવેન્ચર્સને પણ સમર્થન આપ્યું છે.