- ઈરાને સપ્ટે.માં જ ટ્રમ્પની હત્યા માટે શાકેરીને કહ્યું હતું
- ટ્રમ્પના પહેલા શાસનકાળમાં ઈરાનના ટોચના જનરલ કાસીમ સુલેમાનની હત્યા પછી બંને દેશોના સંબંધો તળીએ પહોંચ્યા છે
વોશિંગ્ટન : ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદ સંભાળ્યા પછી અમેરિકા-ઈરાન વચ્ચેના સંબંધો ઉપર દુનિયાભરની નજર રહેલી છે. પ્રમુખ ટ્રમ્પે સત્તા સંભાળતાં જ ઈરાનને ખુલ્લેઆમ ધમકી આપતાં કહ્યું હતું કે, 'જો મારી હત્યા કરશો તો તમે પૃથ્વીના પટ ઉપરથી ભૂંસાઈ જશો. કશું જ બાકી નહીં રહે.'
આ પૂર્વે પ્રમુખ ટ્રમ્પે ઈરાન ઉપર અનેકવિધ પ્રતિબંધો લાદતા એકિઝક્યુટિવ ઓર્ડર્સ પર હસ્તાક્ષરો કર્યા હતા. પરંતુ તે સાથે તેમ પણ કહ્યું હતું કે, 'આમ છતાં અમેરિકા મંત્રણા માટે તૈયાર છે.' તો બીજી તરફ ઈરાનની ધાર્મિક સરકાર (થિથોકસ) પૈકી ઘણા આ પ્રકારની કોઈ પણ મંત્રણાના વિરોધી છે.
આ તબક્કે તે ઉલ્લેખનીય છે કે ઈરાને સપ્ટેમ્બર મહીનામાં જ ૫૧ વર્ષના ફરહાદ શાકેરીને ટ્રમ્પ ઉપર સતત નજર રાખવા અને છેવટે તેઓની હત્યા કરવાનું કામ સોંપ્યું હતું, પરંતુ અત્યારે તો શાકેરી લા-પત્તા છે. તે ઈરાનમાં કઈ જગ્યાએ છુપાયો છે તેની (માત્ર ટોચના સત્તાધીશો સિવાઈ કોઈને ખબર નથી) સંભવ તે છે કે ઈરાનના સત્તાધીશોએ જ તેને સંતાડી દીધો હશે.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પના પહેલા શાસનકાળ દરમિયાન ઈરાનના ટોચના લશ્કરી અધિકારી કાસીમ સુલેમાનની હત્યા થઈ તે પછી અમેરિકા-ઈરાનના સંબંધો જે પહેલેથી જ સારા ન હતા, તે અત્યંત ખરાબ થઈ ગયા છે. આ સાથે ટ્રમ્પની હત્યા અંગેના ઈરાનના પ્રયાસો અત્યંત તંગ બની ગયા છે. નવેમ્બર મહિનામાં જ અમેરિકાનાં જસ્ટિસ ડીપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે ટ્રમ્પની હત્યા માટે ઈરાને કોઈ વ્યવસાયી હત્યારાને રોક્યો હતો.
જોકે ઈરાન સરકાર પૈકી મોટા ભાગના અમેરિકા સાથે મંત્રણા કરવાના મતના છે. ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલ્લાહ અલિ ખામેનીએ કહ્યું હતું કે, 'શત્રુ સાથે પણ મંત્રણા કરવામાં કશું નુકસાન તો નથી જ.'
આશ્ચર્યજનક વાત તે છે કે એક તરફ ઈરાનના ટોચના નેતાઓ અમેરિકા સાથે મંત્રણા કરવાની વાત કરે છે, તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા માટે 'મારનારાઓ' રોકે છે.


