ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વાસપાત્ર સર્જિયો ગોરને ભારતમાં અમેરિકાના નવા રાજદૂત બનાવ્યાં
Donald Trump News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના નજીકના સહાયક અને વિશ્વાસુ સર્જિયો ગોરને ભારતમાં અમેરિકન એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. તેમને દક્ષિણ અને મધ્ય એશિયાની અમેરિકન ખાસ રાજદૂત તરીકેની જવાબદારી પણ સોંપાઈ છે.
ટ્રુથ પર આપી માહિતી
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. સર્જિયો ગોર હાલમાં વ્હાઇટ હાઉસના પ્રેસિડેન્શિયલ પર્સનલ ઓફિસના ડિરેક્ટર છે. અમેરિકન સેનેટની લીલી ઝંડી મળ્યા બાદ ગોર ભારતમાં નવા કાયમી અમેરિકન એમ્બેસેડર બનશે.
ભારતમાં 26માં અમેરિકન એમ્બેસેડર
ઉલ્લેખનીય છે કે એરિક ગારસેટ્ટીને હટાવ્યાના 7 મહિના પછી અમેરિકાએ ભારતમાં તેમના કાયમી રાજદૂતની નિમણૂક કરી છે. સર્જિયો ગોર ભારતમાં 26માં અમેરિકન એમ્બેસેડર હશે. ટ્રમ્પે તેમની ટ્રુથ સોશિયલ પોસ્ટમાં કહ્યું, 'મને જાહેરાત કરતા આનંદ થાય છે કે હું સર્જિયો ગોરને ભારતમાં આગામી અમેરિકન એમ્બેસેડર અને દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતો માટે ખાસ દૂત તરીકે નિયુક્ત કરી રહ્યો છું.