World

યુરોપિયન યુનિયન સામે 15 ટકા ટેરિફ ઝીંકવાનું ટ્રમ્પનું એલાન, ડીલ હેઠળ અમેરિકન હથિયારો ખરીદાશે

By GS TEAM
28 Jul 20251 min read
TukuTouch Logo
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે એક મોટા અને ઐતિહાસિક વેપાર કરારની જાહેરાત કરવામાં આવી છે. ટ્રમ્પે આ કરારને 'અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર કરાર' ગણાવ્યો છે, જે બંને પક્ષો માટે ફાયદાકારક સાબિત થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુરોપિયન યુનિયન સામે 15 ટકા ટેરિફ ઝીંકવાનું ટ્રમ્પનું એલાન, ડીલ હેઠળ અમેરિકન હથિયારો ખરીદાશે

US and EU Deal : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે એક મોટા અને ઐતિહાસિક વેપાર કરારની જાહેરાત કરવામાં આવી છે. ટ્રમ્પે આ કરારને 'અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર કરાર' ગણાવ્યો છે, જે બંને પક્ષો માટે ફાયદાકારક સાબિત થશે.

ટ્રમ્પે શું કહ્યું? 

આ પ્રસંગે ટ્રમ્પે કહ્યું કે આ કરાર હેઠળ તમામ દેશોના બજારો ખોલવામાં આવશે અને યુરોપિયન યુનિયન પર તમામ ક્ષેત્રોમાં 15 ટકા ટેરિફ લાદવામાં આવશે. આ સાથે, EU અમેરિકા પાસેથી સૈન્ય સંસાધનની ખરીદીમાં પણ વધારો કરશે. ઉર્જા ક્ષેત્રમાં પણ, યુરોપિયન યુનિયન અમેરિકા પાસેથી લગભગ $150 બિલિયનની ઊર્જા ખરીદશે, જે બંને પક્ષોના આર્થિક સહયોગને મજબૂત બનાવશે.

અમેરિકા ઈયુમાં કરશે રોકાણ 

આ ઉપરાંત, યુરોપિયન યુનિયન અમેરિકામાં $600 બિલિયનનું રોકાણ કરશે, જે અમેરિકાના અર્થતંત્રને પણ મજબૂત બનાવશે. આ સોદા હેઠળ, સ્ટીલ અને એલ્યુમિનિયમ પર પહેલાથી લાગુ હાલની ડ્યુટી સિસ્ટમ ચાલુ રહેશે. ચિપ્સ અથવા સેમિકન્ડક્ટર ક્ષેત્ર અંગે આગામી બે અઠવાડિયામાં કલમ 232 હેઠળ નવી જાહેરાત કરવામાં આવશે, જે આ ઉદ્યોગ માટે એક મોટી પહેલ હશે.