World

ટ્રમ્પ યુક્રેનની મદદ માટે શસ્ત્રો મોકલશે, યુક્રેનને પેટ્રિયૉટ વાયુ રક્ષા સિસ્ટમની ખાસ જરુર

By GS TEAM
14 Jul 20251 min read
ટ્રમ્પ યુક્રેનની મદદ માટે શસ્ત્રો મોકલશે, યુક્રેનને પેટ્રિયૉટ વાયુ રક્ષા સિસ્ટમની ખાસ જરુર

કિવ,૧૪ જુલાઇ,૨૦૨૫,સોમવાર 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન પર સતત રશિયાના વધતા જતા હુમલાને ધ્યાનમાં રાખીને  પેટ્રિયૉટ વાયુ રક્ષા સિસ્ટમ મોકલવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે રવીવારે વોશિંગ્ટનની બહાર આવેલા અમેરિકી એરફોર્સ બેઝ પર સંવાદદાતાઓને સંબોધતા જણાવ્યું હતું કે અમે તેમને પેટ્રિયૉટ મોકલીશું, એમને તેની સખત જરુર છે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને કેટલી પેટ્રિયૉટ રક્ષા પ્રણાલી મોકલશે તે સ્પષ્ટતા કરી ન હતી. 

જો કે તેનો તમામ ખર્ચ યુરોપીય સંઘ ઉઠાવવાનું છે. ટ્રમ્પે એવું પણ કહયું હતું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનથી ખૂબજ નિરાશ છે. મને એમ લાગતું હતું કે તેઓ જે કહે છે એ કરે છે પરંતુ એમ જોવા મળ્યું નથી. એક બાજુ તેઓ ડાહી ડાહી વાતો કરે છે અને બીજી બાજુ બોંબ વરસાવે છે. રશિયા યુક્રેન સાથે સંઘર્ષ વિરામ માટે સંમત થયું નથી ઉલટાનું ડ્રોન અને અન્ય હથિયારોથી યુક્રેન પર સતત હુમલા કરી રહયું છે. અમેરિકી મીડિયા કેન્દ્ર બ્લૂમબર્ગના અનુસાર યુક્રેનને શસ્ત્રો મોકલવાનો ટ્રમ્પનો નિર્ણય તેમના હ્વદય પરિવર્તનનો સંકેત છે. તેમણે પોતાના બીજા કાર્યકાળમાં યુક્રેનને શસ્ત્રો આપવા પર પ્રતિબંધ મુકી દીધો હતો.