ખામેની ક્યાં છૂપાયો છે તેની અમને ખબર છે, તે શરણે થઇ જાય : ટ્રમ્પ
- યુદ્ધ હવે જ શરૂ થાય છે કહી ખામેનીએ સત્તા સેનાને સોંપી
- ઇઝરાયલ ઇરાન યુદ્ધ દરમિયાન અમને ખબર હતી કે તે ક્યાં છે પરંતુ ત્યારે અમે તેને મારવા માગતા ન હતા : જી-7 મીટમાં ટ્રમ્પે કહ્યું
વૉશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે જણાવ્યું હતું કે અમેરિકાને ખબર જ ન હતી કે ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલિ ખામેની ઇઝરાયલ ઇરાન યુદ્ધ સમયે ક્યાં છુપાયો છે ? પરંતુ અમે ત્યારે તેને મારવા માગતા ન હતા.
બીજી તરફ ઇરાન ઇઝરાયલ યુદ્ધ છઠ્ઠા દિવસે પણ વધુને વધુ તીવ્ર બનતું રહ્યું છે તે સમયે પ્રમુખ ટ્રમ્પે ખામેનીને બિન શરતીય શરણાગતિ સ્વીકારવા એલાન આપી દીધું છે.
કેનેડાનાં કેનનાસ્કીસમાં મળી રહેલી જી-૭ દેશોની પરિષદ સમયે ખામેનીને આ પ્રકારની ચેતવણી આપી. પ્રમુખ ટ્રમ્પ એકાએક પરિષદ છોડી પાટનગર પરત આવી ગયા હતા. અહીં આવી તેઓએ સૌથી પહેલાં તહેરાનમાં અને આસપાસ વસતા ૯૫ લાખ લોકોને જીવ બચાવવા તહેરાન અને આસપાસનો વિસ્તાર છોડી દેવા અનુરોધ કર્યો હતો.
અચાનક વૉશિંગ્ટન પાછા ફરી ટ્રમ્પે નેશનલ સિક્યુરીટી ટીમ સાથે મંત્રણા શરૂ કરી દીધી હતી. મંગળવારે જ તેઓએ પ્રમુખપદ સંભાળ્યું હતું. મંગળવારે જ તેઓએ તહેરાનના પરમાણુ કાર્યક્રમને કરારો જવાબ આપવા તૈયારી શરૂ કરી દીધી હતી.
ટ્રમ્પે હવે અસામાન્ય રાજકીય જોખમ ઉઠાવવા તૈયારી દર્શાવી છે અને ઇરાનની ઊંડે રખાયેલી ન્યુક્લિયર સાઇટ્સ ઉપર બંકર્સ પણ તોડી નાખે તેવા પ્રચંડ બોમ્બ નાખી તે પરમાણુ સંકુલો ખતમ કરવા કૃતનિશ્ચ બન્યા છે.
ટ્રમ્પે હવે ઇઝરાયલને પણ બંકર બસ્ટર બોમ્બ આપ્યા છે. આ સાથે તેઓએ ઇરાનને આખરીનામુ આપતા હોય તેમ કહી દીધું છે. ઇરાને તેનો પરમાણુ કાયક્રમ (એટમ બોમ્બ બનાવવાનો કાર્યક્રમ) પડતો મુકવો જ જોઇએ, તો જ આ યુદ્ધનો અંત આવશે. તેઓએ સમજૂતી કરવી જ જોઇએ, અમે સતત કહીએ છીએ કે સમજૂીત કરો.
હજી સુધી અમેરિકા એ સંઘર્ષમાં સીધું સંડોવાયું નથી, પરંતુ હવે તે સીધું સંડોવાય રહ્યું છે તેમ સ્પષ્ટ લાગે છે.
વૉશિંગ્ટન આવી સૌથી પહેલી વાત જ તેઓે તે કરી હતી કે મેં સમજાવટના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે નિષ્ફળ જતાં હું હતાશ થઇ ગયો છું. હવે તો જો ઇરાન તેનો પરમાણુ કાર્યક્રમ ન છોડે તો આખરે આ યુદ્ધ હું સદંતર માટે બંધ કરાવી દેવા તૈયાર છું. તૈયાર રહેવા અમેરિકાને પણ કહી દઉં છું.
ટ્રમ્પની આ ધમકીથી ધૂંધવાયેલા ખામેનીએ વળતો પડકાર આપી કહી દીધું કે : યુદ્ધ હવે જે શરૂ થાય છે આ સાથે તેમણે સર્વ સત્તા સેનાને સોંપી દીધી છે.