ટ્રમ્પને જોઈએ છે ઈરાન યુદ્ધમાંથી એક્ઝિટ, હવે ન્યૂક્લિયર ડીલ પણ દાવ પર લગાવી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump Seeks Exit From Iran Conflict: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથેના યુદ્ધમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. અહેવાલ મુજબ, જો ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz)ને સંપૂર્ણપણે ખોલી દે, તો ટ્રમ્પ પરમાણુ કરાર વગર પણ આ પરિસ્થિતિને પોતાની જીત તરીકે રજૂ કરવા તૈયાર છે.
પરમાણુ મુદ્દા કરતાં હોર્મુઝ માર્ગ મહત્વનો
'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે તેમના વરિષ્ઠ સહયોગીઓને ખાનગીમાં જણાવ્યું છે કે, તેઓ ઈરાન સાથે પરમાણુ કરાર કર્યા વિના પણ પાછા હટી શકે છે. જોકે, ઈરાને હોર્મુઝનો માર્ગ ખોલવા માટે ભારે કિંમત અને શરતો મૂકી છે. હોર્મુઝ માર્ગ પરથી જહાજોની અટકાયત અને મિસાઈલ-ડ્રોન હુમલાના કારણે વૈશ્વિક તેલ બજારમાં અસ્થિરતા વધી છે, જેનો સીધો લાભ ઈરાનને મળી રહ્યો છે.
ઈરાનની આકરી માંગણીઓ
ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સચિવ મોહમ્મદ બાકરે જણાવ્યું છે કે:
અમેરિકાએ યુદ્ધનો કાયમી અંત લાવવો પડશે.
નૌસૈનિક નાકાબંધી હટાવીને ક્ષેત્રમાંથી અમેરિકી સૈનિકોને પાછા બોલાવવા પડશે.
તમામ પ્રતિબંધો હટાવી, જપ્ત કરેલી ઈરાની સંપત્તિ પરત કરવી પડશે અને યુદ્ધનું વળતર ચૂકવવું પડશે.
ટ્રમ્પ પર સ્થાનિક રાજકીય દબાણ
અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણીને ત્રણ મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે. યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકામાં પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે, જેથી ટ્રમ્પ પર સ્થાનિક સ્તરે દબાણ વધી રહ્યું છે. વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે જણાવ્યું કે, અમેરિકા દબાણ જાળવી રાખશે, પરંતુ ઈરાન તરફથી યુદ્ધ વળતર અને સંપત્તિ મુક્ત કરવાની માંગણીઓ કરારમાં મોટો અવરોધ બની રહી છે.









